શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ
Written By નઇ દુનિયા|

માછલીની દુર્ગંધ કેમ આવે છે ?

N.D
મોટાભાગની માછલીઓના શરીરમાં ટ્રાઈમિથાઈલ અમીન ઓક્સાઈડ નામનો પદાર્થ જોવા મળે છે. એ સમુદ્રના ખારા પાણીમા માછલીઓને ડિહાઈડ્રેશનથી બચાવે છે. જ્યારે માછલીને સમુદ્રમાંથી બહાર કાઢવામાં આવે છે તો માછલીઓની ત્વચા અને શરીરની અંદર જોવા મળતા બેક્ટેરિયા ટ્રાઈમિથાઈલઅમીન ઓક્સાઈડને ટ્રાઈમિથાઈલ અમીનમાં બદલી નાખે છે.

ટ્રાઈમિથાઈલઅમીન પોતાની દુર્ગંધ માટે જાણીતુ છે અને આ કારણે માછલીઓને પાણીથી બહાર કાઢવાથી તેમના શરીરમાંથી દુર્ગંધ આવે છે.