રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 10
  4. »
  5. ગુડબાય 2010
Written By વેબ દુનિયા|

આદર્શ ગોટાળો : શહીદોના નામે શરમજનક રાજનીતિ

આદર્શ હાઉસિંગ સોસાયટીને આ વિવાદિત બિલ્ડિંગ મુંબઈના કોલંબામાં આવેલ છે. અહીથી નૌસૈનિક પ્રતિષ્ઠાન પણ નજીક જ છે. મૂળરૂપે છ માળની બિલ્ડિંગનુ નિર્માણ કારગિલ શહીદની વિધવાઓ માટે થયુ હતુ, પરંતુ તેને 31 માળની બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યુ. ઉલ્લેખનીય છે કે ઈમારતમાં સેનાના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ, નોકરિયાતો, રાજનેતાઓ અને તેમના સંબંધીઓ સહિત 100થી વધુ લોકોના ફ્લેટ છે.

પર્યાવરણ મંત્રાલયે કાયદાનુ ઉલ્લંઘન કરવા પર આદર્શ હાઉસિંગ સોસાયટીને ધ્વસ્ત કરવા માટે કારણ બતાવો નોટિસ પણ મોકલી છે. પર્યાવરણ મંત્રી જયરામ રમેશે કહ્યુ કે આ બિલ્ડિંગ મહારાષ્ટ્ર કોસ્ટ્રલ જોન અર્થોરિટીના નિયમો મુજબ નથી બની. જો કે હજુ આ સંપૂર્ણ ગોટાળની તપાસ ચાલુ છે, પરંતુ આ દરમિયાન આદર્શ હાઉસિંગ સોસાયટી સથે જોડાયેલ એક ફાઈલમાંથી થોડાક મહત્વપૂર્ણ દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે.