1. સમાચાર જગત
  2. કૃષિ જગત
  3. ખેડૂત માટે સરકારી યોજનાઓ
  4. Kisan Samman Nidhi Yojana

Kisan Samman Nidhi Yojana- કિસાન સન્માન નિધિ યોજના ની જાણકારી

pm kisan sanman nidhi yojna
Kisan Samman Nidhi Yojana- કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 ની નાણાકીય સહાય મળે છે. આ રકમ સીધી તેમના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં, એટલે કે, દર ચાર મહિને, 2,000 ના ટ્રાન્સફર કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)- 

આ રકમ ત્રણ સમાન હિસ્સાઓ (2,000 × 3) માં આપવામાં આવે છે. આ હપ્તાઓ એપ્રિલ-જુલાઈ, ઑગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં ચૂકવવામાં આવે છે અને લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિના પછી રૂપિયા 2000 ચૂકવવામાં આવે છે.

કયા ખેડૂતોને ફાયદો થશે?
આ યોજનાનો લાભ નાના અને સીમાંત ખેડૂત પરિવારોને મળશે જેમની પાસે ખેતીલાયક જમીન છે. જોકે, લાભ મેળવવા માટે કેટલીક પૂર્વશરતો છે, જેમ કે ખેડૂતના નામે માન્ય જમીન રેકોર્ડ હોવો. આધાર કાર્ડ ફરજિયાત છે, અને e-KYC પૂર્ણ કરવું આવશ્યક છે.

કેવી રીતે અરજી કરશો?

-અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/પર જાઓ અને "નવા ખેડૂત નોંધણી" પર ક્લિક કરો.
- અને તમારે તમામ ફરજિયાત ક્ષેત્રો ભરવાના રહેશે.
- ત્યારબાદ જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો અને સબમિટ કરો.
-અથવા નજીકના Common Service Centre (CSC) દ્વારા ઓનલાઇન નોંધણી કરો.
ફોર્મમાં નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:
• Aadhaar કાર્ડ
• બેન્ક એકાઉન્ટ વિગતો
• જમીનના મૂળ દસ્તાવેજો.

અરજી નું સ્ટેટ્સ જાણવાની રીત
અરજી કર્યા બાદ અરજી નું સ્ટેટસ digitalgujarat.gov.in વેબસાઈટ પર તલાટી કમ મંત્રી(TCM)/ગ્રામસેવક/ જિલ્લા ખેતીવાડી ખેતીવાડી અધિકારી ના લોગીન આઇ. ડી. પરથી જાણી શકાય છે. અરજદારને કેટલા હપ્તા જમા થયા છે તે જાણવા માટે pmkisan.gov.in વેબસાઈટ પર જઇ બેનીફિસીયરી સ્ટેટસ માં આધાર કાર્ડ નંબર/એકાઉન્ટ નંબર/રજીસ્ટ્રેશન નંબર પરથી જોઇ શકાય છે.
આગળનો લેખ
રાયબરેલીમાં સ્કૂલના બાળકોથી ભરેલી વાન ખાડામાં પડી ગઈ.