સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (10:20 IST)

રાહુલ ગાંધી દલિત શક્તિ કેન્દ્ર જઈને ત્રિરંગો સ્વીકારશે, વિજય રૂપાણીએ લેવાનો ઈંકાર કર્યો હતો

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના રાજકારણીય જંગ જીતવા માટે દરેક શક્ય કોશિશમા લાગ્યા છે. ગુજરાત નવસૃજન યાત્રાને પુર્ણ કર્યા પછી એકવાર ફરી શુક્રવારે રાજકારણીય રણમાં ઉતરવા જઈ રહ્યા છે. 
બે દિવસીય મુલાકાત હેઠળ રાહુલ ગાંધી આ વખતે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય ધ્વજને પૂરા સન્માન સાથે સ્વીકારશે. સાથે જ રાહુલ ભારતને છૂઆછૂત જેવી કુપ્રથાઓથી મુક્ત કરવા માટે પણ શપથ લેશે.  ઉલ્લેખનીય છે કે આ દલિત શક્તિ કેન્દ્ર પર વિજય રૂપાણીને રાષ્ટ્રીય ધ્વજ રજુ કરવામાં આવ્યો હતો પણ તેમણે સ્વીકાર કરવાની ના પાડી હતી. 
 
દલિત શક્તિ કેન્દ્ર દ્વારા રજુ પ્રેસ રીલિજ મુજબ આ ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ છે જે 125 ફુટ પહોળો અને 83.3 ફુટ ઊંચો છે.  એક સમય તેને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો હતો અને તેને બાબાસાહેબ આંબેડકરે જે રીતે છૂઆછૂત પ્રથાઓને ખતમ કરવા માટે પગલા ઉઠાવ્યા હતા એ જ રીતે પ્રયાસ કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. 
 
આ રજૂઆત પર ગુજરાતના મુખ્યમંત્રી તરફથી ગાંધીનગર કલેક્ટ્રેટના અધિકારીઓએ કહ્યુ કે તેમની પાસે રાષ્ટ્રીય ધ્વજ મુકવા માટે પર્યાપ્ત સ્થાન નથી. તેથી મુખ્યમંત્રી આ ધ્વજ નથી લઈ શકતા. 
 
શક્તિ કેન્દ્રએ કહ્યુ કે એક રાજનેતાના રૂપમાં રાહુલ ગાંધીનુ આ એક ઐતિહાસિક પગલુ છે અને એ લોકો વિરુદ્ધ લડાઈ છે જે એંટી નેશનલિજ્મને પ્રોત્સાહિત અને રાષ્ટ્રીય સન્માનનું અપમાન કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 7 ટકા દલિત મતદાતા છે. રાજ્યની 182 સીટોમાંથી 13 સીટો અનુસૂચિત જાતિ માટે સુરક્ષિત છે. ગુજરાતમાં દલિત મતદાતાઓ પર બીજેપીની મજબૂત પકડ માનવામાં આવે છે. 2012ના વિધાનસભા ચૂંટણીમાં બીજેપી આ 13 સીટોમાંથી 10 સીટો જીતવામાં સફળ રહી  છે. જ્યારે કે કોંગ્રેસના ખાતામાં 3 સીટો આવી હતી. 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજ્યના દલિત મતદાતાઓનુ દિલ જીતવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. ગુજરાતમાં દલિત નેતા જિગ્નેશ મેવાણીનુ સમર્થન મેળવ્યા પછી રાહુલ ગાંધી હવે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત કરી રહ્યા છે.   આ યાત્રાને બહાને રાહુલ ગાંધી ગુજરાતમાં બીજેપીના દલિત વોટબેંક પર છાપો મારવાની કોશિશ છે.