શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 25 એપ્રિલ 2017 (10:29 IST)

એનકાઉંટર ન કર્યુ હોત તો આજે PM મોદી જીવતા ન હોત - ડીજી વણઝારા એ કર્યો દાવો

ગુજરાતના પૂર્વ ભારતીય પોલીસ સેવા અધિકારી(આઈપીએસ) ડીજી વણઝારાએ બનાવટી એનકાઉંટર મમાલે દાવો કરતા કહ્યુ છે કે જો તેમણે એ એનકાઉંટર ન કર્યુ હો તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીવતા ન બચ્યા હોત. સોમવારે પોતાના સન્માનમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન પૂર્વ આઈપીએસ ઓફિસર વંજારાએ ફરજી એનકાઉંટર સાથે જોડાયેલ મુખ્ય તથ્યોનો ખુલાસો કર્યો છે. આ કાર્યક્રમમાં તેમણે એ પણ દાવો કર્યો કે તેમણે જેટલા પણ એનકાઉંટર કર્યા છે એ બધા કાયદાની હદમા રહીને જ કર્યા છે. 
 
જામીન પર જેલમાથી મુક્ત થયા પછી પૂર્વ આઈપીએસ ઓફિસર ડીજી વણઝારા અત્યાર સુધી લગભગ 56 જનસભાઓ અને કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. આ ક્રમમાં સોમવારે તેઓ અમદાવાદમાં  પોતાના સન્માનમાં આયોજીત કરવામાં આવેલ એક રોડ શો અને પછી સન્માન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડીજી વંજારાને 10 રૂપિયાના સિક્કાથી તોલવામાં અવ્યા અને પછી બંજારાએ મંચ પરથી લોકોને સંબોધિત કર્યા. 
 
મીડિયામાં આવી રહેલ સમાચાર મુજબ સોમવારે આયોજીત એક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા ડીજી વંજારાએ કહ્યુ કે આજથી ઠીક 10 વર્ષ પહેલા મારી ધરપકડ કરવામાં આવી હતી. મારા પર જે આરોપ લગાવ્યા તેના વિશે હુ કહેવા માંગુ છુ કે જો હુ એ એનકાઉંટર ન કર્યુ હોત તો આજે ગુજરાત કાશ્મીર બની ગયુ હોત. આ કાર્યક્રમમાં જનસભાને સંબોધિત કરતા વંજારાએ આગળ કહ્યુ કે તેમના બધા એનકાઉંટર કાયદાની હદમાં રહીને કર્યા અને જો ન કરવામાં આવ્યા હોત તો આજે પીએમ મોદી જીવતા ન હોત. 
 
ઉલ્લેખનીય છે કે ડીજી વણઝારા ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. અત્યાર સુધી તેમણે આ ખુલાસો નથી કર્યો કે તેઓ પોતાના રાજનૈતિક યાત્રાની શરૂઆત કંઈ પાર્ટીથી કરશે. પણ તેમની સક્રિયતા અને તેમના નિવેદનોથી અંદાજ લગાવી શકાય છે કે તેઓ ભાજપાની સાથે આ યાત્રાની શરૂઆત કરી શકે છે.