કોંગ્રેસની બીજી યાદી જાહેર, જાણો કોની કરાઈ પસંદગી
કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરતાં ખંભાળીયાથી વિક્રમ માડમને કોંગ્રેસની ટિકિટ આપવામા આવી છે. જ્યારે અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, વરાછાથી ધીરુભાઈ ગજેરા, કામરેજથી અશોક જીરાવાલા, રાજકોટ(70) પરથી દિનેશ ચોવટીયાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભરૂચ બેઠક પર કિરણ ઠાકોરને બદલે જયેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જે બપોરે જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 77 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે પાસ ટીમે દબાણ ઊભું કરતાં તેમજ સ્થાનિક સ્તરે વિરોધ વંટોળ ઊભું થયું છે. આ સ્થિતિમાં કોંગ્રેસે ચાર બેઠકો પરના નામો હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે. આ બેઠકોમાં મોરબી, બોટાદ, ગોંડલ અને રાજકોટ ગ્રામ્યની બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠક પર હવે નામોની જાહેરાત થશે.
બેઠક ક્રમાંક – બેઠક નામ – ઉમેદવારનું નામ
81 – ખંભાળીયા વિક્રમ માડમ
1 – અબડાસા – પ્રધ્યુમનસિંહ જાડેજા
3 – ભુજ – આદમ
6 રાપર – સંતોક અરેઠીયા
161 – વરાછા રોડ – ધીરુભાઈ ગજેરા
158 – કામરેજ – અશોક જીરાવાલા
86 – જુનાગઢ – ભિખાભાઈ જોશી
82 – દ્રારકાથી – મેરામણ ગોરિયા
79 – જામનગર દક્ષિણ – અશોક લાલ,
78 – જામનગર ઉત્તર – જીવણ કુંભારવાડા
70 – રાજકોટ દક્ષિણ – દિનેશ ચોવટીયા
68 – રાજકોટ પૂર્વ – મિતુલ ડોંગા (ખાનગીમાં કોંગ્રેસે આપ્યા મેન્ડેટ )
153 – ભરુચ – જયેશ પટેલ
કોંગ્રેસે ત્રણ બેઠકો છોટુ વસાવાને ફાળવી છે.
ડેડિયાપાળા, ઝગડિયા અને માંગરોળ એમ ત્રણ બેઠકો પરથી છોટુ વસાવાની ટીમ ચૂંટણી લડશે.
149 – ડેડિયાપાળા – મહેશ વસાવા (છોટુ વસાવાનો પુત્ર)
152 – ઝગડિયા – છોટુ વસાવા
89 – માંગરોળ – ઉત્તમ વસાવા