સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગોધરા. , શનિવાર, 25 નવેમ્બર 2017 (16:33 IST)

35 વર્ષની સાસુ અને 60 વર્ષની વહુના ઝગડાથી પરેશાન ભાજપા સાંસદે શાહને લખ્યો પત્ર

25 નવેમ્બર ગુજરાતના કાલોલ વિધાનસભા સીટ પર 35 વર્ષની સાસુ અને 50 વર્ષની વહુના કથિત ઝગડાથી પરેશાન ભાજપા સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પાર્ટી અધ્યક્ષ અમિત શાહને પત્ર લખીને ટિકિટ મેળવનારી પુત્રવધુ અને પોતાના પુત્ર પર ગંભીર આરોપ લગાવતા ઉમેદવાર બદલવાની આજે માંગ કરી નાખી. 
 
પંચમહાલ લોકસભા સીટના આદિવાસી સાંસદ શ્રી ચૌહાણે પોતાના જ સંસદીય વિસ્તાર હેઠળ આવનારી કલોલ સીટ માટે પોતાની ચોથી પત્ની 35 વર્ષની રંગેશ્વરી ચૌહાણ માટે ટિકિટની માંગ કરી હતી પણ ગઈકાલે રજુ ટિકિટોની પાંચમી યાદીમાં ભાજપા અહીથી પોતાના પુત્ર પ્રવિણસિંહ ચૌહાણની 50 વર્ષની પત્ની સુમનબેનને ઉમેદાવાર બનાવી દીધા. 
 
પછી તો શુ હતુ ઘરનો ઝગડો બહાર આવી ગયો અને રંગેશ્વરીએ એક ફેસબુક પોસ્ટ કરીને પોતાના પતિને વહુ માટે પ્રચાર કરી બતાવવાનો પડકાર આપી દીધો. રંગેશ્વરી કહે છે કે તે પોતે સારી ઉમેદવાર બની શકે છે. તેના વહુનુ તો સ્થાનીક વોટર લોસ્ટમાં નામ પણ નથી બીજી બાજુ સુમનબેનનુ કહેવુ છે કે તે ચૂંટણી જીતી બતાવશે.
 
શ્રી ચૌહાણ પહેલા કોંગ્રેસમાં હતા અને પછી ભાજપામાં આવ્યા હતા. તેમના પુત્રએ પણ ભાજપા છોડીને કોંગ્રેસનુ દામન થામ્યુ હતુ અને હાલ થોડા જ સમય પહેલા તેઓ પાર્ટીમાં પરત ફર્યા હતા. 
 
શ્રી ચૌહાણે શ્રી શાહને લખેલ પત્રમાં પોતાના લાંબા રાજનીતિક જીવન અને કોંગ્રેસ છોડી ભાજપામાં આવવાની પરિસ્થિતિયો અને ત્યાબાદ ક્ષેત્રમાં પાર્ટીનો પ્રભાવ વધવાની ચર્ચા કરી છે અને પોતાના પુત્રના દારૂના ધંધામાં લિપ્ત હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે લખ્યુ છે કે પ્રવિણ અને સુમનબેન જેલ પણ જઈ ચુક્યા છે.   તેમણે ઉમેદવાર બદલવાની માંગ કરી છે.  તેમને એ વાતનુ દુખ વ્યક્ત કર્યુ કે ટિકિટ વિશે તેમની સલાહ ન લેવામાં આવી અને ચેતાવણી આપી કે આ સીટ અને પડોશની ગોધરા સીટ પર ભાજપા હારી જશે અને એ માટે તેમને જવાબદાર નહી ઠેરવી શકાય..  ઉલ્લેખનીય છે કે રંગેશ્વરીબેન અપક્ષ ઉમેદવારી કરવા માટે પણ તૈયાર છે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતના એક વધુ સાંસદ લીલાધર વાઘેલાએ ડીસા સીટ પર પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરી છે અને આવુ ન થતા રાજીનામાની ચેતાવણી આપી છે..  ડીસા માટે ઉમેદવારની હજુ જાહેરાત કરવામાં આવી નથી.