સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : બુધવાર, 13 ડિસેમ્બર 2017 (11:52 IST)

શહીદોના 81 લાખ રૂપિયા ક્યાં ગયા એ હાર્દિક જ જાણે છે - દિનેશ બાંભણિયાનો આરોપ

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયા છેક સુધી હાર્દિક પટેલની સાથે રહ્યાં પણ છેલ્લે તેમણે પાસમાંથી રાજીનામું મુકી દીધું અને હવે તેઓ કોઈપણ પક્ષમાં જોડાયા સિવાય હાર્દિક પર આક્ષેપો કરી રહ્યાં છે. દિનેશ બાંભણીયાએ આરોપ લગાવ્યો હતો કે, હાર્દિકે રાહૂલ ગાંધી અને રોબર્ટ વાડરા સાથે ગૂપ્ત બેઠક યોજીને સેટીંગ કર્યું હતું. શહિદો માટેના 81 લાખનો હિસાબ, હોટલ તાજમાં રાહુલ ગાંધી સાથેની ત્રણથી વધુ વખતની મુલાકાત, દિલ્હીમાં 48 મિનીટ રોર્બટ વાડ્રા સાથેની ખાનગી મુલાકાતો પર બાંભણીયાએ હાર્દીક પાસે ખુલાસો માંગ્યો છે. જ્યારે કોંગ્રેસની અનામત ફોર્મુલા પણ સમાજને ગેરમાર્ગે દોરનારી હોવાનુ બાંભણિયાએ જણાવ્યુ હતુ.

બાંભણીયા મૂજબ એનસીપી દ્રારા 4 મહિના પહેલા 81 લાખ રૂપિયા શહિદોના પરીવારને મદદ કરવા માટે આપ્યા હતા. પરંતુ તે પૈસાનુ શુ થયુ તે ખબર જ નથી. એે પૈસા અંગે ફક્ત હાર્દિક પટેલ અને બોટાદ કન્વિનર દિલિપ સાબવા જ જાણે છે. રાહુલ ગાંધીને પાટીદાર સમાજને શહિદ થયેલા પરીવાર જનોને મુલાકાત માટે અનેક વખત કહેવામાં આવ્યુ હતુ. પરંતુ તેઓ પાટીદાર સમાજના એક પણ પરીવારને મળ્યા નથી. બાંભણીયાએ હાર્દિકનો મેસેજ રજૂ કરીને જણાવ્યું કે, 8 ડિસેમ્બરે જ્યારે બાંભણીયાએ પત્રકાર પરીષદ સંબોધવાની જાહેરાત કરી હતી તે પહેલા હાર્દિકે મળીને મામલો શાંત કરવાની વાત કરી હતી. તેમજ બાંભણિયાની મેસેજથી માફી માંગીને શાંતીથી બેસીને ચર્ચા કરવાનુ કહ્યુ હતુ.