સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (14:18 IST)

જાણો હાર્દિક મોદી અને મીડિયાને કેવી રીતે ભારે પડ્યો?

ગુજરાતની ચૂંટણી હવે દિવસે દિવસે ભેદી બનતી જાય છે. કોઈ પણ પોલિટિકલ પંડિત કે સટ્ટાબાજો આ ચૂંટણીના પરિણામો શું આવશે તેનો અંદાજો પણ લગાવી શકે તેમ નથી. ત્યારે ગુજરાતમાં મોદી અને રાહુલને બાદ કરતાં એક માત્ર યુવા નેતા હાર્દિક પટેલ અત્યારે ચૂંટણીનો સૌથી મોટો હીરો બની ગયો છે. 2002 પછી 2014 સુધી નરેન્દ્ર મોદી આખા દેશમાં એક હીરો તરીકે પ્રસિદ્ધ થયા હતાં. ત્યાર બાદ તેમને પીએમ પદની ખુરશી મળી.  રાહુલ ગાંધી સતત ફ્લોપ સાબિત થતાં રહ્યાં. પરંતુ પરિવર્તન કોને કહેવાય એ ગુજરાતની ચૂંટણીએ બતાવ્યું. 

2002 પછી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસની આખી ફોજ મેદાનમાં ઉતરતી હતી અને આખરે ભાજપને ગુજરાતમાં જંગી બહુમતી મળતી હતી. હવે સમય પલટાયો અને પરિવર્તન જોવા મળ્યું. ગુજરાતમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એકલા હાથે ભાજપની આખી ફોજ સામે લડી રહ્યાં છે. મોદી જેવા સ્ટાર પ્રચારક પણ પોતાના ભાષણમાં રાહુલના પ્રચંડ પ્રચારથી ગુજરાતથી સીધા પાકિસ્તાન પહોંચી જતા થઈ ગયાં છે કારણ કે તેમની પાસે બીજો કોઈ મુદ્દો જ નથી. રાહુલ પાસે અનેક મુદ્દાઓ છે. વાત અહીં નથી અટકતી.  ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન પાટીદાર આંદોલનના નેતા હાર્દિકે રાજનેતાઓના ભ્રમની સાથે મીડિયા હાઉસના પણ ભ્રમને પણ તોડી નાખ્યા છે. ગુજરાતમાં હાર્દિકની સભામાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સભા કરતા વધુ ભીડ આવી તેને કોઈ નકારી શકે તેમ નથી. 
ભાજપના નેતાઓ માનતા હતા કે અખબાર અને ટેલીવીઝન ચેનલો હાર્દિકની સભાનું કવરેજ કરશે નહીં તો હાર્દિકનું સુરસુરીયુ થઈ જશે અને ભાજપે મીડિયા હાઉસ સાથે તેવું જ ગોઠવ્યું હતું. એક પણ ચેનલ અને અખબાર હાર્દિકની કોઈ સભાની નોંધ સુધ્ધા લેતા ન્હોતા. છતાં, આ બે મહિના દરમિયાન હાર્દિક પાસે લોકો સુધી જવા માટે સોશીયીલ મીડિયા એક માત્ર સહારો હતો, અને તેણે તેનો ભરપુર ઉપયોગ કરી પોતાની જાહેરાતો અને પોતાની વાતોને લોકો સુધી પહોંચાડી હતી. ગુજરાતની ચૂંટણીમાં હાર્દિકે વોટસઅપ અને ફેસબુકનો ઉપયોગ એટલા મોટા પ્રમાણમાં કર્યો કે હાર્દિકને સાંભળવા માટે લોકો ફેસબુક લાઈવ જોવા લાગ્યા હતા. હાર્દિકની ફેસબુક લાઈક આઠ લાખ હતી. 
સુરતની સભા 37 હજાર લોકોએ ફેસબુક ઉપર જોઈ હતી. પણ અમદાવાદની સભાએ સુરતનો રેકોર્ડ તોડી નાખ્યો અને અમદાવાદ નિકોલની સભા ફેસબુક લાઈવ ઉપર 52 હજાર લોકોએ જોઈ હતી. આ ઉપરાંત અમદાવાદના રોડ શો અને સભા બાદ હાર્દિકની લાઈકમાં વધારો થઈ નવ લાખ થઈ ગઈ છે. ફેસબુકની સીઈઓ માર્ક ઝુકરબર્ગે હાર્દિકની ફેસબુક લાઈક અને ફેસબુક લાઈવ જોઈ સીલીકોનવેલી આવવાનું આમંત્રણ આપ્યુ ત્યારે મીડિયા હાઉસને ભાન થયું કે તેમણે હાર્દિકની નોંધ નહીં લેવાની મોટી ભુલ કરી હતી, જેમાં છેલ્લાં દસ દિવસમાં ક્રમશ સુધારો થયો અને હવે અખબારોએ જખ મારી હાર્દિકના રોડ શો અને સભાની નોંધ લેવી પડી રહી છે. આમ હાર્દિકે રાજનેતાઓની સાથે મીડિયા હાઉસની શાન પણ ઠેકાણે લાવવાનું કામ કર્યુ છે.