સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (10:24 IST)

ગુજરાતના રાજકારણમાં નવો ધડાકો, હાર્દિક પટેલના નવા પાંચ કથિત સેક્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં,

થોડા સમય અગાઉ હાર્દિક પટેલના સેક્સ વીડિયોએ સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી દીધી હતી. ત્યાર બાદ પોલિટિકલ ડીબેટો બાદ આખો મુદ્દો બંધ થઈ ગયો હતો. હવે જ્યારે મતદાનના બે જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે હાર્દિક પટેલના અન્ય નવા પાંચ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું ન્યૂઝ ચેનલો પર ચાલી રહ્યું છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ હાલ જે પ્રકારનું રાજકારણ રમાઇ રહ્યું છે.

તેને લઇ આજે હાર્દિક પટેલના અન્ય કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ પહેલા પણ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થાય તે પહેલા હાર્દિક પટેલના બે કથિત વીડ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને વિધાનસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતુ. જ્યારે આજે ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલા જ હાર્દિક પટેલના અન્ય એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ સોશિયલ મીડિયામાં મુકાયેલા હાર્દિક પટેલાના એક સાથે 5 કથિત વીડિયો મુકવામાં આવ્યા છે.

આ વીડિયોમાં હાર્દિકની સાથે તેના PASSના અન્ય કન્વીનરો જોવા મળ્યા છે. આ પહેલા જે વીડિયો વાયરલ થયા છે અને તેમાં જે યુવતીઓ દેખાતી હતી તેના બદલે આ વીડિયોમાં નવી યુવતીનો ચહેરો સામે આવ્યો છે. આ કથિત વીડીયોના ફૂટેજ સાથે વેબદુનિયા સહેમત હોય એ જરૂરી નથી.