શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : સોમવાર, 13 નવેમ્બર 2017 (16:26 IST)

હાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ

હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દરેક પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. હાલ પાસ કન્વિનર હાર્દિક પટેલની એક યુવતી સાથેની કથિત વીડિયો ક્લીપ સોશલ મીડિયામાં વાયરલ થઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી કથિત સીડીમાં હાર્દિક પટેલ એક રૂમમાં યુવતી સાથે વાતચીત કરી રહ્યો છે. હાર્દિક પટેલ અને યુવતી વચ્ચેની વાતચીત ગુજરાતી ભાષામાં થઈ રહી છે. જેને લઈને હાલ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ કે હાર્દિક અને યુવતી આપતીજનક અવસ્થામાં જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ કથિત વીડિયો ક્લિપ મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી ગંદી રાજનીતિ કરી રહ્યું છે, અને મારી વિરૂદ્ધ આ કાવતરૂ ઘડ્યું છે. જેના કારણે અમે હવે કાયદેસરની કાર્યવાહી કરીશું. આ સાથે હાર્દિક પટેલે કહ્યું કે, અમારુ આંદોલન તોડવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમારૂ આંદોલન ચાલુ જ રહેશે.
હાર્દિકનો ટ્વીટ૝-

"अब गंदी राजनीति की शुरुआत हो गई हैं।मुझे बदनाम कर लो कोई फ़र्क़ नहीं पड़ेगा,लेकिन गुजरात की महिलाओ का अपमान किया जा रहा हैं: हार्दिक पटेल का ट्वीट"

હવે ગંદી રાજનીતિ શરૂ થઈ ગઈ છે મને બદનામ કરી લો કોઈ ફર્ક નહી પડશે પણ ગુજરાતની મહિલાઓનો અપમાન કરાઈ રહ્યું છે- હાર્દિક પટેલનો ટ્વીટ