શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 21 નવેમ્બર 2017 (13:17 IST)

સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યાં, સમર્થકોએ જય સરદારના નારા લગાવ્યા

વિધાનસભાની પહેલાં તબક્કાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારો  ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ વરાછામાં સમર્થકો સાથે જંગી રેલી કાઢી હતી. જેમાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા હતા. અને જય સરદારના  નારા લાગ્યા હતા. વરાછા ખાતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયા અને ધીરુ ગજેરાએ સમર્થકો સાથે જંગી રેલી કાઢી ઉમેદવારી નોંધાવવા નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા છે. 

પાટીદારના વિસ્તાર ગણાતા વરાછા, કામરેજમાં જો કોઇ નબળા ઉમેદવારને આગળ કરવામાં આવે તો તેની અસર સૌરાષ્ટ્રની બેઠક પર થઇ શકે તેવી શંકા રવિવારે સર્જાયેલી ખટરાગ બાદ કોગ્રેંસમાં વહેતી બની હતી. સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી જુનાગઢ સહિતના અનેક વિસ્તારના સુરતના ઘણાં લોકો વસવાટ કરે છે.અને જો આ બંન્ને બેઠક પર કોગ્રેંસ દ્વારા નબળાં ઉમેદવારો ઉતારવામાં આવે તો તેનો લાભ ભાજપને થાય તેમ છે.