શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે બા રિટાયર થાય,બાપુ કયારેય રિટાયર નહીં થાય
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો આજે 77મો જન્મદિવસ છે. ત્યારે તેઓ આજે કંઈક અજુગતું કરે એવી રાજકિય અટકળો શરૂ થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસના ધારાસભ્યોને બાપુના સંમેલનમાં હાજર ન રહેવાનું ફરમાન અપાયું છે. છતાંય મોટી સંખ્યામાં કેટલાંય કૉંગ્રેસના કાર્યકરો બાપુના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી રહ્યા છે.શંકરસિંહ બાપુએ કહ્યું મેં મારા સમર્થકોના કહેવાથી
આ કાર્યક્રમ રાખ્યો છે. જેને કોઈ રાજ્યસભાની ચૂટણી સાથે કોઈ જ લેવા દેવા નથી. તેમણે પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું હતું કે બા રિટાયર થાય,બાપુ કયારેય રિટાયર નહીં થાય. ગુજરાત કૉંગ્રેસે ધારાસભ્યોને બાપુના કાર્યક્રમમાં હાજર ન રહેવાના ફરમાન પર શંકરસિંહ બોલ્યા કે પાર્ટીને અધિકાર છે કાર્યકરોને રોકવાનો. શંકરસિંહ વાઘેલાના દીકરા અને ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું કે જન્મદિવસનો કાર્યક્રમ છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી.કાર્યક્રમને રાજકીય રીતે ન લેવો.