1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2017 (12:14 IST)

રાહુલ ગાંધીએ ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી હવે મંદિરોમાં જઈ રહ્યા છે: શિવરાજસિંહ

સરદાર પટેલ ન હોત તો ભારત એક ન થયું હોત. જવાહરલાલ નહેરુએ જમ્મુ-કાશ્મીરનો મુદ્દો તેમની પાસે રાખવાને બદલે સરદાર પટેલને આપ્યો હોત તો કોઈ મુદ્દો જ ઊભો ન થાત. તેમ મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવીને રાહુલ ગાંધી વિશે કહ્યું હતું કે, જેમણે અત્યાર સુધી ક્યારેય પૂજાની થાળી નથી ઉપાડી તેઓ આજે મંદિર જઈ રહ્યા છે. મોટા તિલક કરી રહ્યા છે.

અંકલેશ્ર્વર ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત અને એમપીનો સબંધ વર્ષો જૂનો છે. નર્મદાના નીર ગુજરાત અને એમપીને જોડે છે એમપીના લોકોએ નર્મદાની જીવંત યાત્રાનું આયોજન કર્યું હતું. નર્મદાના કિનારે ૬.૬૩ કરોડ વૃક્ષો વાવ્યા હતા. ગુજરાતમાં કૉંગ્રેસ અને રાહુલ ગાંધીને વિકાસ નથી દેખાતો. વિકાસ આંધળાઓને નથી દેખાતો, કૉંગ્રેસને પણ નથી દેખાતો. દેશમાં કૉંગ્રેસના શાસનમાં અનેક કૌભાંડો થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સરકારમાં ગુજરાત શાંતિનો ટાપુ બન્યો છે. મોદી સરકારમાં ચીન ડોકલામથી પાછળ હટ્યું છે. દેશમાં એક જ પરિવારના સભ્યોને ભારતરત્ન મળ્યા છે. સરદાર પટેલને ભારતરત્ન આપવામાં આવ્યો ન હતો. દેશ એક પરિવારનો બંધક બની ગયો હતો. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના આગેવાનો માટે મોતિયો ઊતારવાનો કેમ્પ કરો તો એ લોકોને વિકાસ દેખાશે. એશિયામાં પાણીનું સૌથી મોટું નેટવર્ક ગુજરાતમાં છે. સરદાર સરોવરના દરવાજા મુકવા નરેન્દ્ર મોદીએ ૧૦ વર્ષ સુધી કેન્દ્ર સરકાર સામે લડત આપી હતી.