અક્ષરધામ - એક અલૌકિક નજરાણું

કલ્યાણી દેશમુખ|

ગુજરાતમાં તમે જવાનો વિચાર કરતાં હોય અને અક્ષરધામ મંદિર ન જાવ તો તમારો ગુજરાતનો પ્રવાસ અધૂરો કહેવાય.

અમદાવાદ થી 20-25 કિલોમીટર દૂર ગાંઘીનગર સ્થિત આ મંદિર વિશાળ જમીન પર બનાવવામાં આવ્યુ છે. જેને બનાવવા માટે રાજસ્થાનથી ખાસ કરીને ગુલાબી પત્થર મંગાવવામાં આવ્યા હતા. આ મંદિરની સ્થાપના 1992 માં 2જી નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.

આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની સાત ફૂટથી પણ ઊંચી મૂર્તિ છે. ભોંયતળિયામાં રામાયણ, મહાભારત અને ઉપનિષદ વગેરેના પ્રસંગોને મૂર્તિનું રુપ આપી તાર્દશ કર્યા છે. જેને જોતાં લાગે કે જાણે જીવતા માણસોને મૂર્તરુપ આપી દીઘુ છે. જે તે પાત્રના હાવભાવને પણ તેમના સ્વભાવને અનુરુપ દર્શાવ્યા છે. જેમાં એક મહાન ટેકનિક દ્રશ્યમાન થાય છે.
આ ઉપરાંત અહીં મુલાકાતીઓ માટે વિશાળ ગાર્ડન, બાળકો માટે મનોરંજનના વિવિધ સાઘનો પણ છે. લોકો દૂર દૂરથી અક્ષરધામ નિહાળવા આવે છે. અક્ષરધામની આસપાસ એક ચોપાટી બનેલી છે જ્યાં યાત્રીઓને ખાવા-પીવાની બધી સગવડ મળી રહે છે. અક્ષરધામ જવા-આવવાં માટે બસ અને પ્રાઈવેટ જીપની પણ સારી સગવડ છે


આ પણ વાંચો :