ગુજરાતનુ જાણીતુ ઐતિહાસિક સ્થળ લખપત

કચ્છદર્શન માટે જનારાઓમાં પાકિસ્તાનની લાઈટિંગ જોવાનો ગજબનો મોહ

વેબ દુનિયા|
PIB
ખબર નહીં કેમ, પણ કચ્છદર્શન માટે જનારાઓમાં સેંકડો કિ.મી. દૂરથી જોવાનો ગજબનો મોહ હોય છે. હું પણ એમાંથી બાકાત કેવી રીતે રહું? લખપત તાલુકાની મુલાકાત લેતી વખતે અમને કહેવાયું કે કોટેશ્ર્વર મહાદેવના મંદિરે સાંજે જજો અને એકાદ કલાક રોકાશો તો ત્યાંથી પાકિસ્તાનના કરાચી શહેરની લાઈટિંગ જોવા મળશે. જેવું જીવન આપણે જીવીએ છીએ, એવું જ ત્યાં હશેને? એક જ માતાનાં બે સંતાન એટલે ભારત અને પાકિસ્તાન. છ દાયકાથી છૂટા પડેલા આપણા એ પાડોશી દેશની લાઈટિંગ જોતી વખતે કેટકેટલાય સવાલોએ મનને ઘેરી લીધું. આપણા દેશની લાઈટિંગ જોઈને તેઓ પણ હરખાતા જ હશેને? પાસે પાસે હોવા છતાંય કેટલી બધી દૂરી છે કે આ લાઈટિંગ જોઈને જ સંતોષ માનવાનો? બંને દેશના લોકો દુશ્મની અને ડરના બંધનમાંથી આઝાદ થશે ખરા? તમે પણ કદાચ આ જગ્યાએ પહોંચશો ત્યારે આવા અનેક સવાલોમાંથી પસાર થવું પડશે. અત્યારે આપણે પણ લખપતનો એક રાઉન્ડ લઈને આગળ વધીએ. નારાયણ સરોવર, કોટેશ્ર્વર અને માતાના મઢે પણ પહોંચવું છેને!

લગભગ ૫૦૦ વર્ષ અગાઉ સ્થપાયેલું લખપતમાં આશરે ૨૦૦ વર્ષ જૂનું ગુરુદ્વારા પણ જોવા મળે છે. શીખોમાં લખપત ગુરુદ્વારાનું મહત્ત્વ વિશેષ છે. એવું કહેવાય છે કે ગુરુનાનક જ્યારે હજ માટે મક્કા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ ગુરુદ્વારામાં કેટલાક દિવસ માટે રોકાણ કર્યું હતું. લખપતના આ ગુરુદ્વારામાં ગુરુનાનકનાં પગરખાં અને પાલખી પણ દર્શન માટે સાચવી રાખવામાં આવ્યાં છે. શીખ પ્રજા ગુરુનાનક સાહેબનાં સ્મૃતિરૂપ પગરખાં અને પાલખીની ભાવથી પૂજા કરે છે. આમ લખપત લોકો માટે શ્રદ્ધાધામ તો ખરું જ, પરંતુ એનું ઐતિહાસિક મહત્ત્વ પણ અદકેરું છે. આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ગુરુદ્વારાને સંરક્ષિત સ્થાપત્ય જાહેર કરવામાં આવ્યું છે. ભૂકંપ બાદ જે બારીકાઈથી આ ગુરુદ્વારાનું રિસ્ટોરેશન કરાયું છે એને બિરદાવતાં યુનેસ્કો દ્વારા પણ આ ગુરુદ્વારાને નવાજવામાં આવ્યું છે.
ચાલો લખપત ગામથી આગળ વધીને હવે લખપત તાલુકાની વાત કરીએ. આશરે ૧,૯૪૪ ચો. કિ.મી.માં ફેલાયેલા લખપત તાલુકાની કુલ વસતિ આખા કચ્છમાં સૌથી ઓછી છે. કિ.મી.દીઠ માત્ર ૨૬ વ્યક્તિની ઘનતા ધરાવતા લખપત તાલુકામાં કુલ લોકસંખ્યા ૫૦,૧૨૦ છે. આમ સાવ પાંખી વસતિ ધરાવતા લખપત તાલુકામાં સહેલાણીઓની સંખ્યા વધારે હોય છે.

વધુ જાણવા આગળ ક્લિક કરોઆ પણ વાંચો :