વાંકાનેર

P.R

શબ્દ નગરના ભૌગોલીક સ્થાન પરથી આવ્યો છે. ગુજરાતીમાં વાંકાનેરનો અર્થ થાય છે વણાક અને નેર એટલે કે પાણીનો પ્રવાહ. વાંકાનેર શહેર મચ્છુ નદીને કિનારે આવેલ છે.

ઈ.સ. 1605માં વાંકાનેરની સ્થાપના સંતાજીએ કરી હતી. અહીંયા 18 સદીમાં કિલ્લેબંધી કરવામાં આવી હતી જેથી કરીને દુશ્મનો અને લુંટારાઓ તેની પર હુમલો ન કરી શકે. વાંકાનેર પર રાજવી અમરસિંહજીએ 1947 સુધી રાજ્ય કર્યું હતું. તેમણે આ નગરને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે પાંચ મહેલ અને કેટલીક હવેલીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મહેલોનું કચ્છ, જામનગર, રાજકોટ અને મયુરભંજના રાજવીઓને નામે નામકરણ કરાયું હતુ. અમરસિંહજીએ વાંકાનેર સાનિધ્યમાં રણજીતવિલાસ મહેલનું નિર્માણ કરાવ્યુ હતું અને આ મહેલની રચના તેમણે જાતે કરી. મહેલનું ઉદઘાટન તેમના પરમ મિત્ર જામનગરના રણજીતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલનું મેદાન 225 એકરમાં ફેલાયેલ છે. મહેલની મધ્યમાં સાત માળના ઘડિયાળ ટાવર અને પાંચ માળના વિશાળ બરૂજો તથા અષ્ટકોણીત છત્રીઓ જોવાલાયક છે. આ મહેલની વિશેષતા એ છે કે મહેલની સ્ત્રીઓ પુરૂષોને જોઈ ન શકે તેવી ચડી-ઉતેરી શકે તેવી ડબલ સીડીઓ બનાવેલી છે.

ગુજરાતની અંદર સૌથી છેલ્લી બંધાયેલી વાવ પણ વાંકાનેરમાં જ છે. અહીયા રોયલ ઓઆસીસ મહેલમાં ત્રણ માળની વાવ આવેલી છે. તેની અંદર આરસથી બનાવેલ ઓરડાઓ અને સુંદર શિલ્પો અને ફુવારા છે.

અહીંયા જોવાલાયક અન્ય સ્થળોમાં મોરબીમાં ગ્રીન ચોક, દરબાર ગઢ, આર્ટ ડેકો મહેલ, વેલીંગ્ટન સેક્રેટેરિએટ, નહેરૂ ગેટ વગેરે આવેલ છે જે 27 કિ.મી. દૂર છે.
હળદવમાં એક દાંડિયા મહેલ, પાળિયા, છત્રીઓ, વાવ અને શિવમંદિર આવેલ છે. જે ત્યાંથી 75 કિ.મી. ના અંતરે છે.

હવાઈ માર્ગે જવા માટે ત્યાંથી સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે જે ત્યાંથી માત્ર 22 કિ.મી.ના અંતરે આવેલ છે.

વાંકાનેર અમદાવાદ-રાજકોટના રેલ્વે માર્ગ પર આવેલ છે.

વેબ દુનિયા|
રોડ મારફતે જવા માટે ત્યાં સરકારી વાહનો પણ જાય છે અને ખાનગી વાહનો દ્વારા પણ જઈ શકાય છે.


આ પણ વાંચો :