રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : ગુરુવાર, 3 નવેમ્બર 2016 (18:13 IST)

World Tour - વિદેશ ફરવુ છે ? તરત ટિકિટ કરાવી લો.. આ 10 દેશ છે ભારતથી પણ સસ્તા...

આપણે બધા વિદેશ ફરવાની ઈચ્છા રાખીએ છીએ. વિદેશમાં પણ એવા સ્થાન છે જ્યા કમસે કમ  ભારતીય ઉપમહાદ્વીપથી ક્યાક દૂર જવાની તક મળે.   જુઓ ભાઈ પૈસાવાળા તો વિચાર કરતા પહેલા ઘર છોડીને નીકળી પણ જાય છે. આ બધી પૈસાની રમત છે. ખિસ્સામાં પૈસા હોય તો શુ નથી થઈ શકતુ. પણ શુ કરવુ યૂરોપ અને અમેરિકા જેવા સ્થાન પર અહીથી જેટલો પૈસો લઈને જશો ત્યા જઈને બધો ઓછો જ પડવાનો છે.  હવે માણસ મનમુકીને ખર્ચ પણ કરી શકતો નથી.  આવામાં મજા ત્યાર આવે જો વિદેશ જતા જ આપણા રૂપિયા ઓછા થવાને બદલે વધી જાય.  આજે અમે તમને બતાવી રહ્યા છે એવા સ્થાનો વિશે જ્યા તમે ફરવા જઈ શકો છો અને સૌથી મોટી વાત છે કે કરેંસી રેટ ભારતીય રૂપિયા સામે ઓછા છે. આવામાં તમે ત્યા જઈને ખુદને રાજા ફીલ કરી શકો છો.. 
1. Bolivia બોલીવિયા - 1 રૂપિયો = 0.11 બોલિવિયાનો 
 
બોલીવિયાના હોટલ ખૂબ જ સસ્તા છે. તમે જઈને ત્યાની પ્રકૃતિનો આનંદ ઉઠાવી શકો છો. Rurrenabaque બોલીવિયાનુ એક એવુ શહેર છે જ્યાથી જંગલ અને નદી ખૂબ જ પાસે છે. ગરમ પાણીના ઝરણા મતલબ હૉટ સ્પિંગ્સ ત્યાની સુંદરતાને વધારે છે. 

2. Prague પૈરાગુએ - 1 રૂપિયો = 74.26 ગુઆરાની 
 
મર્સરના એક સર્વેમાં આ વાત સામે આવી છે કે પૈરાગુએ દુનિયાનો સૌથી સસ્તો દેશ છે. 1 પૈરાગુએન  ગુએરાનીની કિમં&ત 0.014 ભારતીય રૂપિયા સાંભળીને કેટલુ સારુ લાગે છે ને .. તો હવે શિમલા ફરવા કેમ જવુ ? 
3 Zimbabwe ઝિમ્બાબવે - 1 રૂપિયો = 5.85 zwd
 
અહી પર રહેવુ ભલે તમને વધુ સસ્તુ ન પડે પણ ખાવા-પીવાનુ અને બાકી બધુ ખૂબ જ સસ્તુ છે. ઉપરથી 1000% ઈંફ્લેશન રેટ ત્યાના રહેવાને વધુ સસ્તુ બનાવે છે.  સમજી શકો છો 1000 % રેટ ? બાપ રે બાપ.. 2010થી જ યૂએસ ડૉલરને અહીની ઓફિશિયલ કરેંસીના રૂપમાં અપનાવી લેવામાં આવ્યો છે. અહીની પ્રાકૃતિક સુંદરતા ચોક્ક્સ રૂપે તમારુ મન મોહી લેશે.  


4. Costa rica કોસ્ટા રિકા - 1 રૂપિયો = 8.15 કોલોંસ 
 
અહીના બીચ તમને કૈરીબિયનનો પુરો આનંદ ઉઠાવવાની તક આપે છે. અહી આવ્યા પછી તમે એકથી એક ચઢિયાતા ડ્રિંક્સનો આનંદ ઉઠાવી શકો છો અને રાજાની જેમ ફરી શકો છો. 










5. Belarus બેલારૂસ - 1 રૂપિયો = 216 રૂબલ 
 
રૂબલ અહીની કરેંસી છે. જેની કિમંત 0.00581 ભારતીય રૂપિયા બરાબર છે. સાંભળતા જ કેવા ખુદને શ્રીમંત હોવાનો અનુભવ કરવા લાગ્યા.. સાચુ કહ્યુ ને ? અહીના મ્યુઝીયમ અને કેફેમાં બેસીને તમને લાગશે કે જાણે તમે પણ સોવિયત એરામાં સમય પસાર કરી રહ્યા છો. આ ઉપરાંત અહીની પ્રાકૃતિક સુંદરતા પણ તમને મોહી લેશે.  અહીની ઝીલ અને જંગલ પ્રવાસીઓને હંમેશા આકર્ષિત કરતી રહી છે. 
6. Cambodia કમ્બોડિયા 1 રૂપિયો = 63.93 રીએલ 
 
રિયલી સાચુ કહી રહ્યા છે. 1 રિએલની કિમંત ભારતીય રૂપિયાના હિસાબથી 0.015 થાય છે. અહી રહેવુ ખાવુ-પીવુ બધુ ખૂબ જ સસ્તુ હોય છે. સાથે જ આ સ્થાન ઐતિહાસિકતાથી પરિપૂર્ણ છે. અંકોરવાટના મંદિર ચોક્કસ રૂપે તમને હિન્દુ ધર્મના ઈતિહાસને સમજવામાં વધુ મદદ કરશે. 
 
7. Vietnam વિયેતનામ - 1 રૂપિયો = 338.35 ડૉગ 
 
મતલબ બાપ રે બાપ આજે જ ટિકિટ કરાવી લો ભાઈ અહીની.. અહી તો એમ પૈસા વાપરી શકાય છે જે રીતે વરઘોડામાં નાચતી વખતે આપણે લૂટાવીએ છીએ. અહીનુ રહેવુ-ખાવુ-પીવુ બધૂ જ ખૂબ જ સસ્તુ છે. વાંગ યાંગની નદીમાં ટાયર પર બેસીને ફરવા જવુ એક જુદો જ અનુભવ કરવા જેવુ છે.  અહી 700 રૂપિયામાં આરામથી સાઈટ સીઈંગ કરી શકો છો. તેનાથી વધુ રૂપિયા તો  7 તાલ ફરાવવાના આપણા નૈનીતાલવાળા જ માંગી લે છે. 
8. Hungary હંગરી - 1 રૂપિયો = 4.22 ફોરિંટ 
 
હંગરીમાં તમને હોટલનો એક રૂમ ટીવી ફ્રિજ સાથે 700માં મળી જશે અને અહીની ટ્રેનોનુ ભાડુ પણ ખૂબ જ સસ્તુ છે. આ સ્થાન ખુદમાં જ ખૂબ જ સુંદર છે. તો જાવ જલ્દી વિદેશ ફરી આવો... 
9. Sri Lanka શ્રી લંકા - 1 રૂપિયો = 2.08  શ્રીલંકન રૂપિયા 
 
જોઈ લો જઈને ક્યા મુકી હતી રાવણે સીતાને. સિગિરિયા, એદમ્સ પીક અને માર્વલ જેવા સ્થાનો તમને પ્રકૃતિ સાથે પ્રેમ કરવા મજબૂર કરી દેશે.  અહી તમે સસ્તામાં જઈ શકો છો. અહીના અનેક ગેસ્ટ હાઉસ અને હોટલ તમને 1000 પ્રત્યેક રાતના હિસાબે મળી જશે. 
10. Mongolia મંગોલિયા - 1 રૂપિયો = 29.83 ટુગરિક 
 
ચંગેઝ ખાન અહીની દેન છે. જોઈ લો જઈને તે ક્યા ઘાટનુ પાણી પીતો હતો. અહી રહેવા માટે તમને 400 રૂપિયા સુધીનો રૂમ પણ મળી જશે.  જો તમે પીવાના શોખીન છો તો આ સ્થાન તમારે માટે સ્વર્ગ સાબિત થઈ શકે છે. અહી તમને દરેક સ્થાન પર વોડકા મળી જશે.  અહી આવીને તમે ઘોડા પર બેસીને ઘાસના મેદાનો પર આરામથી શકો છો.