શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|
Last Updated : ગુરુવાર, 10 એપ્રિલ 2014 (19:44 IST)

ગુજરાતમાં યાત્રાળુ સ્થળોએ લોકોની ભારે ભીડ

P.R

દિવાળીના તહેવાર અને રજાઓનો માહોલ હોવાથી શહેરીજનો માઉંટ આબુ, સાપુતારા, અંબાજી, સોમનાથ, દ્વારાકા અને ગીરનાર અને સૌરાષ્ટ્ર દર્શનના ટૂંકા પ્રવાસે નીકળી પડ્યા છે અને યાત્રાના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં દિવાળીથી લઈને અત્યાર સુધીમાં લાખો યાત્રાલુઓ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો હતો. સૌરાષ્ટ્ર દર્શનના પ્રવાસે પણ પરિવાર સહિત લોકો ઉમટી પડ્યા છે. જેમા ચોટીલા, વીરપુર, દ્વારાકા, સોમનાથ જેવા યાત્રાધામો ભીડથી ઉભરાય રહ્યા છે. આમ પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી મંદિરના ટ્રસ્ટીઓ તરફથી પ્રવાસીઓને રહેવા જમવાની સગવડ પૂરી પાડી સહુને સારી રીતે દર્શનનો લાભ મળે તે માટેનું આગોતરુ આયોજન હાથ ધરી તે મુજબ સ્વયંસેવકો ગોઠવ્યા હતા.

આમ ભીડનો લાભ અન્ય તત્વો ઉઠાવે નહી તે માટે પૂરી તકેદારીના પગલાં રૂપે જિલ્લા વહીવટીતંત્રને પણ કામે લગાડી પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. ડાકોર, શ્રીનાથજી, શામજી મંદિરે પણ દર્શનાર્થીઓની ભીડ નજરે પડતી હતી અને તે માટે મંદિરના ટ્રસ્ટી મંડળ તરફથી પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ હતી. આમ દિવાળીની રજાઓમાં અમદાવાદ આવતા પ્રવાસીઓને ધ્યાનમાં રાખી શહેરના પ્રાચીન મંદિરો જગન્નાથ મંદિરો, ભદ્રકાળી મંદિર, અંબાજી મંદિર સહિત ગાયત્રી મંદિરે પણ નૂતન વર્ષની સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી અને કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સાળંગપુર હનુમાન સહિત સ્વામી નારાયણ મંદિર શાહીબાગ અને ગાંધીનગર ખાતે અન્નકૂટના દર્શન યોજાયા હતા. એ જ પ્રમાણે સારંગપુર રણછોડજીના મંદિરે પણ રણછોડજીને અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો અને અન્નકૂટના દર્શનનો લાભ શહેરીજનોએ લીધો હતો.