શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ભાષા|

આજે 95 બેઠકોનું અંતિમ મતદાન

20454 મતદાનમથકો ઉપર 1.86 કરોડ મતદારો મતદાન કરશે

W.DW.D

અમદાવાદ (ભાષા) વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે ૧૬મીએ રવિવારે 20454 મતદાનમથકો ઉપર 95 બેઠકો માટે મતદાન યોજાશે. જેના માટે સવા લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ૭૪ કેન્દ્રીય અર્ધલશ્કરી દળ તહેનાત કરાયા છે. 95 બેઠકોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાના ભાવિનો ફેંસલો થનાર છે. કુલ 1.86 કરોડ મતદારો મતદાન કરશે.

રાજયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી-2007ના બીજા તબક્કાનું મતદાન આગામી ૧૬મી ડિસેમ્બર, રવિવારના રોજ ર૦,પ૪પ મતદાનમથકો ઉપર યોજાશે. આટલા મતદાનમથકો માટે ચૂંટણીપંચ દ્વારા 12557 મતદાન મથક વિસ્તારો (લોકેશન) સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.

બીજા તબક્કાનું મતદાન ગુજરાત રાજયના 11 જિલ્લાની 95 બેઠકો માટે યોજાનાર છે. મુકત, ન્યાયી અને પારદર્શકવાતાવરણમાં ચૂંટણીપ્રક્રિયા સંપન્ન થાય એ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા કરી હોવાનું રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની યાદીમાં જણાવાયું છે.

બીજા તબક્કાની ચૂંટણીમાં મતદારો નિર્ભયતાર્પૂવક મતદાન કરી શકે એ માટે ચૂંટણીપંચ દ્વારા સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્વયે રાજયના પોલીસકર્મીઓ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળની 574 કંપનીઓ ફરજ ઉપર રહેશે. બીજા ચરણમાં જે મતદાનમથક ઉપર જરૂરિયાત જણાશે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વરની નિયુકિત કરવામાં આવી છે.

માઇક્રો ઓબ્ઝર્વર તેમને સોંપવામાં આવેલા મતદાનમથકમાં મતદાન પ્રક્રિયામાં કોઇપણ પ્રકારની વ્યવસ્થા કે ગરબડ ન સર્જાય તે અંગે બારીકાઇથી ઘ્યાન રાખશે. બીજા તબક્કામાં 4830 માઇક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી છે.મતદાનમથક ઉપર મતદાનપ્રક્રિયા શાંતિપૂર્વક ચાલે અને કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ચૂંટણીપંચે પૂરતી કાળજી લીધી છે.

આમ છતાં કોઇણ મતદાનમથક ઉપર કોઇ અવ્યવસ્થા કે ગરબડ સર્જાય તો તેના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ડિજિટલ કેમેરા દ્વારા મતદાનમથકમાં ચાલતી મતદાનપ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવનાર છે.બીજા તબક્કામાં ૧૬મીના રોજ 20,545 મતદાનમથકો ઉપર 1.23 લાખ જેટલા રાજયના અધિકારી-કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.બીજા તબક્કાની 95 બેઠકો માટે 1.87 કરોડ ઉપરાંત મતદારોની જિલ્લાવાર વિગતો અનુસાર અમદાવાદ જિલ્લાની 19 બેઠકો ઉપર 14592 લાખ જેટલા મતદારો છે.

જયારે ગાંધીનગર જિલ્લાની ચાર બેઠકો માટે 8.09 લાખ, મહેસાણા જિલ્લાની સાત બેઠકો માટે 12.86 લાખ, બનાસકાંઠા જિલ્લાની આઠ બેઠકો માટે 16.78 લાખ, સાબરકાંઠાની આઠ બેઠકો માટે 14.50 લાખ, પંચમહાલ જિલ્લાની સાત બેઠકો માટે 12.27 લાખ, ખેડા જિલ્લાની નવ બેઠકો માટે 15.07 લાખ, વડોદરા જિલ્લાની 13 બેઠકો માટે 23.20 લાખ, પાટણ જિલ્લાની 6 બેઠકો માટે 9.38 લાખ, દાહોદ જિલ્લાની છ બેઠકો માટે 11.59 લાખ અને આણંદ જિલ્લાની આઠ બેઠકો માટે 13.35 લાખ મતદારો છે.

ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર બીજા તબક્કામાં પણ ઉમેદવારોએ મતદાન માટે ફોટો ઓળખકાર્ડ તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા મતદાન વખતે સાથે રાખવાનું રહેશે. આમ છતાં જૉ કોઇ મતદારને ફોટો ઓળખકાર્ડ આપવામાં આવેલું ન હોય તો જ ચૂંટણીપંચ દ્વારા માન્ય કરવામાં આવેલા 14 વૈકિલ્પક દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી મતદાર તેની ઓળખ પ્રસ્થાપિત કરી મતદાન કરી શકશે.

મતદાનમથકમાં ગેરવર્તણૂક કરનાર કે અવ્યવસ્થા સર્જીને બોગસ વોટિંગ કરનારને સંબંધિત મતદાનમથકના પ્રમુખ અધિકારી (પ્રિસાઇડિંગ ઓફિસર) ત્વરિત કાર્યવાહી કરી કાનૂની પગલા લેવા માટે આવા વ્યકિતને ફરજ પરના પોલીસ કર્મીને સુપરત કરશે.

ઉમેદવારનું નામ, ચૂંટણી પ્રતીક, મત આપવા માટે ચૂંટણી સૂત્ર કે સફેદ સિવાયના અન્ય કોઇ રંગનો કાગળ ઉપયોગમાં લીધેલી વેલ્ડર સ્લીપ સાથે મતદાર મતદાનમથકમાં મતદાન માટે આવેલા જણાશે તો સંબંધિત પક્ષ કે ઉમેદવાર સામે પ્રિસાઇડિંગ ઓફિસર કાયદેસરની કાર્યવાહી કરશે એમ યાદીમાં જણાવાયું છે.

ફોટો ઓળખકાર્ડમાં મતદારોનાં નામ, માત-પિતા કે પતિનું નામ, જાતિ, ઉંમર, સરનામું કે કાર્ડના અનુક્રમ નંબરમાં સામાન્ય પ્રકારની ભૂલ હશે તો પણ મતદાન કરવા દેવાશે.ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર કોઇપણ મતદાનમથકમાં ઉમેદવાર દ્વારા નિયુકત કરવામાં આવેલા મતદાન એજન્ટો (પોલિંગ એજન્ટ) તથા મતદારો, મતદાનમથકની અંદર મોબાઇલ ફોન લઇ જઇ શકાશે નહીં.