1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 24 ડિસેમ્બર 2007 (20:02 IST)

હવે કેશુબાપાના માસ્ક બજારમાં મળશે

મોદીના ચેહેરાના માસ્કની અનેક ઠેકાણે ધૂમ

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતની ચુંટણીમાં કંઈક નવતર ન થાય, તો જ નવાઈ છે! મુખ્યપ્રધાન નરેંદ્ર મોદીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને
મોદીના ચેહેરાના માસ્કની અનેક ઠેકાણે ધૂમ મચી રહી છે. ભાજપના હોંશિલા કાર્યકર્તાઓ મોદીસાહેબના માસ્ક પહેરીને ઉત્સાહભેર ઘૂમી રહ્યા છે.

માસ્ક પહેરીને આવા કાર્યકર્તાઓને નરેંદ્ર મોદી જેવા દેખાવાનું પણ જાણે ઘેલું લાગેલું છે! માસ્ક પહેરેલાં ડઝનબંધ "નરેંદ્ર મોદીઓ"ને એક સાથે ઊભેલાં જોવા માટે પણ લોકોને જાણે રસ પડે છે! મોદી સ્ટાઈલની આ માસ્કગિરી જોઈને ભાજપી અસંતુષ્ટોને પણ સ્વાભાવિક રીતે ચચરાટ થાય.... એટલે કોઈ બુદ્ધિવાળા અસંતુષ્ટ રસ્તો કાઢે અને કાલે ઊઠીને કેશુબાપાના પણ આવા જ માસ્ક તૈયાર કરાવીને અસંતુષ્ઠ ટેકેદારો પોતાના ચહેરા પર એ લગાવીને ફરતા-ફરતા નિકળી પડે, તો તેમાં કોઈ નવાઈ નહી! મોદીની સામે કેશુભાઈના માસ્ક જારી કરીને વળતો પ્રચાર-પ્રહાર કરવામાં આવે, એવી પણ શક્યતા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રકારના માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જો મોદીના માસ્ક પહેરેલાં આ લોકોના ટોળાની સામે કેશુબાપાના માસ્કવાળા લોકોનું ટોળું પણ ઊભેલું હોય, ત્યારે કેવું લાગશે? જો કે એનો નિર્ણય તો છેવટે મતદારો જ કરશે ને!
(ધર્મેન્દ્ર વ્યાસ)