આદિવાસીઓને પંપાળતી ભાજપ-કોંગ્રેસ

16મીએ મધ્ય ગુજરાતની 42 સીટો માટે મતદાન થશે

PTIPTI

દાહોદ (ભાષા) ગુજરાત વિધાનસભા ચુંટણીના બીજા ચરણમાં કોંગ્રેસ અને ભાજપા એમ બંને પાર્ટીઓ આદીવાસી મતદાતાઓને રૂપિયાનો ફાયદો બતાવીને તેઓને રીઝવવાનો પ્રયત્ન કરી રહી છે. બંને પાર્ટીના ઉચ્ચ નતાઓ મધ્ય-ગુજરાતના આદીવાસી મતદાતાઓને પોતાના પક્ષમાં લેવા માટે હાથ ધોઇને પાછળ પડી ગયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થવાની સાથે જ ભાજપ અને કોંગ્રેસે મધ્ય ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે અને અહીંના આદિવાસી મતોને ખેંચવા છૂટથી રૂપિયા વહેંચી રહ્યા છે.

અહીંની મોટાભાગની પ્રજા આજુબાજુના શહેરી વિસ્તારોમાં છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. બંને મુખ્ય પક્ષો તરફથી આવા લોકોને મત આપવા માટે પોતાના વતન પાછા ફરવાના બદલામાં તેમને દરરોજ મળતી મજૂરી કરતા બેવડી રકમ ચૂકવવાની તેમજ તેમના આવવા-જવાનો ખર્ચો આપવા સહિતની લાલચો આપવામાં આવી રહી છે.

ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે, તેઓ આવા મજૂરોના સંપર્કમાં જ છે અને તેમને સમજાવવાના પ્રયોસો ચાલુ છે. જ્યારે કોંગ્રેસનું પણ તેવું જ કહેવું છે. કોંગ્રેસે બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, મધ્ય ગુજરાતમાં બહું મોટો ફેરફાર કરી શકતા આદિવાસી મતોને મેળવવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

16મી ડિસેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની 42 સીટો માટે પણ મતદાન થશે. જેમાંની 6 આદિવાસી જાતિ માટે અનામત છે. તેમાં ઝાલોદ, દાહોદ, લીમખેડા, સાંખેડા અને રણધીકપુરનો સમાવેશ થાય છે. આ બધી બેઠકો દાહોદ જિલ્લામાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, આજુબાજુના શહેરોમાં મજૂરી કરવા જનારાઓમાં દાહોદ વિસ્તારના લોકોની સંખ્યા જ વધારે છે. એટલે જ બંને પક્ષોના કાર્યકરો આ ક્ષેત્રના લોકોને શહેરોના ખૂણેખૂણેથી શોધી કાઢીને સમજાવવામાં લાગી ગયા છે.

રાજ્યના મજૂર બજાર તરીકે જાણીતા આ વિસ્તારના લોકો ઉપર વિકાસની વાતો કોઈ અસર નહીં થાય તે તો ભાજપ પણ સારી રીતે જાણે છે. જેમકે, અહીંના એક મહિલાએ જણાવ્યું હતું કે, રાજકારણાઓ ક્યા વિકાસની વાતો કરે છે? તેના પતિ અત્યારે પણ વર્ષમાં મોટો ભાગનો સમય મજૂરી કામ કરવા શહેરમાં રહે છે. તેના માટે વિકાસ તો ત્યારે થયો કહેવાય કે જ્યારે તેના પતિને તેમના વતનમાં જ કામ મળી રહે.

ભાષા|
આ વિસ્તારમાં પાણી, લાઈટ અને રસ્તાઓની તકલીફો છે, કોઈ વિકાસ થયો નથી એવી ફરિયાદો અહીં આદિવાસી ભાઇઓ કરી રહ્યાં હતા. જ્યારે આદિવાસી સમાજના લોકો નિરાશ છે અને મતદાન કરવા આવવા માંગતા નથી ત્યારે બંને પક્ષોના કાર્યકરોને વિશ્વાસ છે કે તેમની મહેનત રંગ લાવશે. હાલમાં કોંગેસ તથા ભાજપા ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થાનોમાં કામ કરનારા મજુર મતદાતાઓની યાદી બનાવી રહ્યા છે.


આ પણ વાંચો :