આવતીકાલે ગુજરાતના ભાવીનું પરિણામ

ચૂંટણી પરિણામો પહેલી વખત ઓન લાઇન જોઇ શકાશે-પંચ

NDN.D

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતની 12મી વિધાનસભાના મતદાનની 182 બેઠકો મત ગણતરી આવતીકાલે રવિવારના રોજ યોજાઇ રહી છે ત્યારે ગત એક સપ્તાહથી ઉમેદવારના લલાટનું ભાવિ ઇવીએમમાં બંધ રહ્યા બાદ આવતિકાલે કોઇ પાંચ વર્ષ માટે ગાંધીનગરની ગાદી પર જશે અને કોઇ પોતાના ઘરે જશે. આ વખતે થોડી અલગ રીતે યોજાએલી ચૂંટણીની મતગણતરી પણ થોડી અલગ રહેશે.

ગુજરાત વિધાનસભાના બે તબક્કામાં યોજાયેલા મતદાનની મતગણતરી રવિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. જેમાં રાજયની કુલ 182 બેઠકોનો સમાવેશ થાય છે. રવિવારે મતગણતરી યોજાવાની છે તેમાં દરેક ગણતરી ખંડમાં રાઉન્ડના અંતે રેન્ડમ ચેકિંગ માટે ઓબ્ઝર્વર નક્કી કરે તે મુજ્બ મતદાનમથકના મતોની ફેરગણતરી કરવામાં આવશે.

ચૂંટણી પરિણામો પહેલી વખત ઓન લાઇન જોઇ શકાશે -
વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત ઓન લાઇન રિઝલ્ટ જોઇ શકાય તેવી ચૂંટણી પંચે સુવિધા રાખી છે. ચૂંટણી પંચની વેબ સાઇટ પર પહેલી વખત અમદાવાદ સહિત રાજયની તમામ બેઠકોની અધતન સ્થિતિ મૂકવામાં આવશે કે જેથી કમ્પ્યૂટરની ચાંપ દબાવવાથી પરિણામ ઘર બેઠાં બેઠાં વાકેફ થઇ શકાશે.

આ અંગે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે, રવિવારે ટેબલવાર મતગણતરીના ઉમેદવારોના મળેલા મતોની આંકડાકીય માહિતી ભરેલ પત્રક ચૂંટણી અધિકારીની પાસે રજૂ કરાશે અને તેની ચકાસણી કરી રાઉન્ડવાર પરિણામપત્રકમાં આંકડા ભરી ઓન લાઇન પરિણામ માટે રાખેલા કમ્પ્યૂટરમાં મોકલવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, રાઉન્ડ પૂરો થયે તેમાં નોંધાયેલા મતોની ખરાઇ માટે રાઉન્ડના મતદાનમથકના ઉમેદવારને મળેલા મતોની નીચે કુલ સરવાળા નીચે ચૂંટણી અધિકારી તથા ઓબ્ઝર્વર પોતાની સહી કરી તે પરિણામ ડેટા એન્ટ્રી માટે મોકલશે. ત્યાર બાદ ઓન લાઇન રિઝલ્ટ જોઇ શકાશે. મતગણતરી પૂરી થયા પછી ઇ વી એમ પુરવઠા નિગમના ગોડાઉનમાં મુકાશે

વિધાનસભાની બેઠકોની મતગણતરી પ્રક્રિયા પૂરી થયા પછી ઇલેકટ્રોનિક વોટિંગ મશીનો જેતે શહેરના પુરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે તા.૨૩મીએ રવિવારે સવારે આઠ વાગ્યાથી મતગણતરી કરવામાં આવશે. આ પ્રક્રિયા વખતે કોઇ ઇ વી એમ ન ખોલવાની કે ખોટકાઇ જવાની શકયતા નકારી શકાતી નથી.

વેબ દુનિયા|
આ સંભવિત પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને મતગણતરી કેન્દ્રોમાં બી ઇ એલના નિષ્ણાત ઐન્જિનિયર્સ તૈનાત રાખવામાં આવશે. રવિવારે કોઇ વિઘન ના આવે તો સમગ્ર મતગણતરીપ્રક્રિયા સાંજે ચાર વાગ્યા સુધીમાં પૂરી થઇ જાય તેવું મનાઇ રહ્યું છે અને ત્યાર પછી ઇ વી એમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તે કાર્યવાહી રવિવારે મધરાત સુધીમાં આટોપી લેવામાં આવશે.


આ પણ વાંચો :