રવિવાર, 17 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By ધર્મેન્દ્ર વ્યાસ|

કેશુભાઈ ભાજપને 10 બેઠકોનો ફટકો મારશે ?

અસંતુષ્ટોનું સૌથી વધુ જોર સૌરાષ્ટ્ર-કચ્છમાં

P.R
આખા ગુજરાતની નજર અત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી જંગ પર છે. કેમ કે ભાજપના અસંતુષ્ટોનું સૌથી વધુ જોર સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. નરેન્દ્ર મોદી સામે બગાવતનો ઝંડો ઉઠાવનારા કેશુભાઈ પટેલ અને સુરેશ મહેતાની પ્રતિષ્ઠા અહીં દાવ પર છે અને કેશુભાઈ તથા સુરેશ મહેતા ભાજપને અને નરેન્દ્ર મોદીને કેટલો ફટકો મારી શકે છે તે જાણવામાં સૌને રસ છે. કેશુભાઈ પોતે ખુલ્લંખુલ્લાં ભાજપની વિરુદ્ધ નથી પડ્યા પણ એ ભાજપના પ્રચારમાં સક્રિય પણ નથી અને તેની અસર આ ચૂંટણી પર કેટલી પડે છે તે જાણવામાં સૌને રસ છે.

2002ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્ર-કચ્છની 58 વિધાનસભા બેઠકોમાંથી 39 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 18 બેઠકો મળી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. આ વખતે અસંતુષ્ટોને કારણે ભાજપને ફટકો પડશે અને કોંગ્રેસને ફાયદો થશે? આ સવાલ સૌના હોઠ પર છે. કોંગ્રેસને ઓછામાં ઓછી 9 બેઠકોનો ફાયદો થશે, જ્યારે ભાજપને 10 બેઠકોનો ફટકો પડશે. મતબલ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છ બેઠકો પર કાંટે કી ટક્કર થશે અને ભાજપ-કોંગ્રેસ બરાબરિયામાં સાબિત થશે એવું લાગે છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ભાજપના 3 અસંતુષ્ટોને કોંગ્રેસે ટિકિટ આપી છે અને તેમનું શું થાય છે તે જોવાનું રહે છે. એ જ રીતે રાજકોટ જિલ્લામાં કેશુભાઈનું પાણી પણ મપાઈ જશે. સૌરાષ્ટ્રમાં પાટીદારો ભાજપની પડખે રહે છે. આ વખતે પાટીદારો કઈ તરફ વળે છે તેના પર આ જંગનાં પરિણામોનો આધાર છે.