ગરીબોને મફત કલર ટીવી આપશું-કોંગ્રેસ

કોંગ્રેસનો શપથ-પત્ર(ચૂંટણી ઢંઢેરો) -2007-2012

PIBPIB

અમદાવાદ (ભાષા) ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2007 માટે કોંગ્રેસે સરકારી-અર્ધ સરકારી, પંચાયત, ગ્રાંટ લેતી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓની નોકરીમાં મહિલાઓએ ૩૩ ટકા અનામતનું વચન આપ્યું છે. તે મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી, ગુજરાતના પ્રભારી બી. કે. હરિપ્રસાદ, મઘ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વીજયસિંહ અને આગેવાનોએ ગઇકાલ રવિવારે ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો હતો.

કોંગ્રેસની સરકાર બનશે તો પોલીસ ભરતીમાં મહિલાઓનું પ્રમાણ 33 ટકા કરાશે એને સરકારી, અર્ધસરકારી, પંચાયત, અનુદાન (ગ્રાન્ટ) લેતી સંસથાઓ અને સરકારી સંસ્થાઓની નોકરીમાં મહિલાઓનું પ્રમાણ 33 ટકા કરાશે. આ ઉપરાંત 2002નાં રમખાણોના કેસોની ફરી તપાસનું વચન પણ અપાયું છે.

આ ઢંઢેરામાં જાહેર કરાયું હતું કે સૌથી ગરીબ ૨૦ ટકા ગરીબ કુટુંબોને દિલ્હી પેટર્ન મુજબ યલો કાર્ડ અપાશે. જેના આધારે દર મહિને ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૪ કિલો દાળ, ૫ કિલો ખાંડ અને ૧૫ લીટર કેરોસીન મફત અપાશે. આવા કુટુંબોને મેડિક્લેઈમ પોલિસી હેઠળ આવરી લેવાશે. તેમને સારવાર પણ મફત અપાશે. ખેડૂતોને ૧૪ કલાક સતત વીજળી અપાશે. કોમી તોફાનો અને એન્કાઉન્ટરના શંકાસ્પદ કેસોની પુનઃ અસરકારક તપાસ કરવાની પણ ઢંઢેરામાં જાહેરાત કરાઈ છે.

એવી જ રીતે વિધવા બહેનોને 1 હજાર રૂપિયા માસિક પેન્શન અને બાળક દીઠ રૂ. 100 લેખે મહત્તમ 1200 રૂપિયા માસિક પેન્શન અપાશે. દર વર્ષે ઓછામાં ઓછા 1 લાખ યુવકો માટે રોજગારી ઊભી કરાશે. ગરીબ કુટુંબોને મફત કલર ટીવી અપાશે. આદિવાસી વિસ્તારોમાં સૈનિક સ્કૂલો શરૂ કરાશે. પ્રસવ દરમિયાન માતાના મૃત્યુના સંજોગોમાં વળતર અપાશે.

ઘોષણા પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસને સરકાર ચલાવવાની જવાબદારી આપવામાં આવે છે તો લઘુમતી સમાજની અંદર વંચિત અને નબળા લોકોના આર્થિક સ્તરને વિકસીત કરવામાં આવશે. કોંગ્રેસે વાયદો કર્યો છે કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતીના વિકાસ માટે તે એક લઘુમતી આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરશે.

ઘોષણા પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ સરકાર સહકારી બેંકો દ્વારા લઘુમતીઓ અને વંચિત વર્ગોને માટે રહેઠાણની તેમજ વ્યાપારીક ઋણની વ્યવસ્થા કરશે.

ઘોષણા પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે પ્રદેશની અંદર 46 લાખ હેક્ટરથી વધારે એવી જમીન છે જેનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. અનુસૂચિત જાતિ જેવા વંચિત વર્ગના દરેક પરિવારને સો ગજ જમીન આપવાની સાથે જોડાયેલ એક યોજના તૈયાર કરવામાં આવશે.

2002ની અંદર રાજ્યમાં થયેલ તોફાનોની બાબતે પગલાં ભરવાને લઈને સોલંકીએ જણાવ્યું હતું કે આ બાબત ન્યાયપાલિકાની સામે છે અને તપાસ સમિતિ પણ આની પર ધ્યાન આપી રહી છે. સમિતિની તપાસની કાર્યવાહી વધારી દેવામાં આવી છે અને તપાસ તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

આમાં કહેવામાં આવ્યું છે કે ગોધરાકાંડ બાદ ભડકેલા તોફાનોની તપાસ વધું સઘન બનાવી દેવામાં આવશે અને નાણાવટી-શાહ તપાસ સમિતિને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળીય સહયોગીઓની ભૂમિકાની તપાસનો અધિકાર આપી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસી નેતા દિગ્વીજયસિંહે હાલમાં સ્ટિંગ ઓપરેશન વિશે જણાવ્યું હતું કે વિહિપ અને ભાજપા નેતા તોફાનોમાં પોતાની ભૂમિકા સ્વીકાર કરતાં જોવા મળ્યાં છે. કોંગ્રેસની સરકાર આવવા પર તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.

વધુમાં ઘોષણા પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે વીજળી ચોરીના મુદ્દે રાજ્ય સરકારના ખેડુતોના વિરુધ્ધ કરાયેલ કેસ પાછા ખેંચી લેવામાં આવશે.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓ -

* દારૂબંધી અગાઉની જેમ પુન: લાગુ કરાશે

* પોલીસ વિભાગની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા, સરકારી કર્મચારીઓની સમસ્યા હલ કરવા અને છઠ્ઠા પગાર પંચનો અમલ કરાશે

* સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવેલાં સચિવાલયના દરવાજા ખોલી નખાશે

* વિધવા પેન્શન રુ. ૧૦૦૦ અને વિધવાના પાલ્ય માટે રુ. ૧૦૦ લેખે મહત્તમ રુ. ૧૨૦૦નું પેન્શન

* ગરીબીની રેખા નીચે જીવતા પરિવારોને મફત તબીબી સારવાર માટે મેડીકલેમ હેઠળ આવરી લેવાશે

* ૬૫ વર્ષથી વધુ વયના આર્થિક રીતે પછાત વૃદ્ધોને માસિક રુ. ૫૦૦નું પેન્શન અપાશે

* નર્મદા યોજનાની આ ઉપરાંત ગરીબ અને પછાત વર્ગના લોકો માટેની કેન્દ્રની યુપીએ સરકારની કલ્યાણકારી યોજનાઓનો ચુસ્ત રીતે અમલ કરાશે

* કોંગ્રેસ સત્તા પર આવે તો અન્ય યોજનાઓનો પ્રારંભ કરાશે

* સહકારી ક્ષેત્રમાં ભાજપે શરુ કરેલી રાજકીય દખલગીરી દૂર કરી તેને વધુ સક્ષમ બનાવાશે

* કથળેલી કાયદો-વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવા અને મહિલાઓ પરના અત્યાચારોને રોકવા મહિલા પોલીસ દળ અને મહિલા હોમગાર્ડની રચના કરાશે

* આદીવાસીઓને જંગલની જમીન અને વન્યપેદાશ વેચવાના હકો આપવાની નીતિનો પુરો અમલ

* ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબોને કલર ટીવી

* રમખાણોના અસરગ્રસ્તના કેસો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે

* સેઝ માટેની જમીન ખરીદીમાં ખેડૂતોના હિતોનું રક્ષણ અને નવા સ્થપાનારા ઉધોગોમાં ખેડૂતોને ભાગીદાર બનાવાશે.

અમદાવાદ| ભાષા|
* પેટ્રોલ-ડીઝલનો સેલટેકસ કોંગ્રેસ શાસિત રાજયોની જેમ ઘટાડાશે


આ પણ વાંચો :