પલાશ મુચ્છલ સાથે લગ્ન ટળ્યા બાદ હવે સ્મૃતિ મંઘાનાએ ઈસ્ટાગ્રામ પરથી હટાવ્યા સગાઈના ફોટો-વીડિયો, ટેંશનમા ફેંસ
ભારતીય મહિલ ક્રિકેટ ટીમની ઉપકપ્તાન અને સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંઘાના અને મ્યુઝિક કંપોઝર અને ફિલ્મમેકર પલાશ મુચ્છલ 23 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવવાના હતા. આ કપલના લગ્ન પહેલાના સમારોહ પૂરજોશમાં ચાલી રહ્યા હતા ત્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને સંગીત રાત્રિ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, જેના કારણે લગ્ન મુલતવી રાખવા પડ્યા. પલાશની બહેન અને ગાયિકા પલક મુછલે તાજેતરમાં જ મુલતવી રાખવા પાછળનું કારણ સમજાવતી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કહ્યું હતું કે પલાશ અને સ્મૃતિના લગ્ન સ્મૃતિના પિતાની ખરાબ તબિયતને કારણે મુલતવી રાખવામાં આવ્યા છે. જોકે, સ્મૃતિ મંધાનાએ હવે એક એવું પગલું ભર્યું છે જેનાથી અટકળો શરૂ થઈ ગઈ છે કે મુલતવી રાખવા પાછળ અન્ય કારણો હોઈ શકે છે. સ્મૃતિએ ઇન્સ્ટાગ્રામ પરથી તેના અને પલાશની સગાઈ અને પ્રપોઝલના ફોટા અને વીડિયો દૂર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
સ્મૃતિએ હટાવી પલાશ સાથે સગાઈની પોસ્ટ
પલાશ મુચ્છલે ફિલ્મી અંદાજમાં સ્મૃતિને ક્રિકેટના ગ્રાઉંડ પર લઈ જઈને પ્રપોઝ કર્યુ હતુ. જેનો વીડિયો પણ બંનેયે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. બીજી બાજુ એક અન્ય તસ્વીર જે સ્મૃતિએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કરી હતી તેમા તે પોતાની એંગેજમેંટ રિંગ ફ્લોંટ કરતી જોવા મળી હતી. પણ હવે સ્મૃતિ મંઘાનાના એકાઉંટ પરથી આ બધી પોસ્ટ ગાયબ છે. તેની અને પલાશની ફોટો હજુ પણ તેમના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર છે, પણ સગાઈવાળી પોસ્ટ ગાયબ છે. સ્મૃતિના આ પગલાથી તેમના ફેંસ ચિંતામા આવી ગયા છે અને પૂછી રહ્યા છે કે બધુ ઠીક છે ને. જો કે આ મામલે હાલ બંને તરફથી કશુ કહેવામાં આવ્યુ નથી.
પલાશે ફિલ્મી સ્ટાઈલમાં સ્મૃતિને કર્યુ હતુ પ્રપોઝ
પલાશ મુચ્છલ અને સ્મૃતિએ 3 દિવસ પહેલા જ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો હતો. જેમા તે મુંબઈની ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં સ્મૃતિને ફિલ્મી અંદાજમાં પ્રપોઝ કરતા જોવા મળ્યા. પલાશે ઘૂંટણ પર બેસીની સ્મૃતિને અંગૂઠી પહેરાવી અને તેમને મોટો ફુલોનો ગુલદસ્તો પણ આપ્યો. મંધાના આ પ્રસ્તાવથી આશ્ચર્યચકિત થઈ ગઈ અને બાદમાં તેણે પલાશની આંગળીમાં વીંટી પહેરાવી. આ ફિલ્મી પ્રસ્તાવની વ્યાપક ચર્ચા થઈ હતી અને આ દંપતીને દરેક ક્ષેત્રે અભિનંદન મળ્યા હતા. જોકે, હવે સ્મૃતિએ આ પોસ્ટ હટાવી દીધી છે, તેથી મામલો જટિલ લાગે છે. ઘણા યુઝર્સએ ટિપ્પણી કરી રહ્યા છે અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
લગ્ન મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા.
પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં લગ્ન કરવાના હતા. તેમના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, અને હલ્દી, મહેંદી અને સંગીત સમારોહ પહેલાથી જ થઈ ચૂક્યા હતા. તેમના લગ્ન પહેલાના સમારોહના ફોટા અને વીડિયો પણ વાયરલ થયા હતા, જેમાં મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, લગ્ન સમારોહ પહેલા, સ્મૃતિના પિતા, શ્રીનિવાસ મંધાના બીમાર પડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન, પલાશ મુછલના પણ બીમાર હોવાના અહેવાલો આવ્યા હતા, જોકે, નિયમિત તપાસ બાદ તેમને રજા આપવામાં આવી હતી.
પલક મુચ્છલે રજુ કર્યુ નિવેદન
પલાશ મુચ્છલની બહેન અને સિંગર પલક મુચ્છલે એક પોસ્ટ શેયર કરતા લગ્નને પોસ્ટપોન થવાની ચોખવટ કરી. તેણે પોતાના પોસ્ટમાં લખ્યુ - સ્મૃતિના પિતાની હેલ્થને કારણે સ્મૃતિ અને પલાશના લગ્ન રોકવામાં આવી છે. અમે તમને બધાને રિકવેસ્ટ કરીશુ કે આ સેંસિટિવ સમયે બંને પરિવારની પ્રાઈવેસીનુ સન્માન કરો.