દરિયાપુર-કાઝીપુર બેઠક લોક-જનશક્‍તિને

કોગ્રેસની લોક-જનશક્તિ પક્ષ સાથે થયેલી સમજૂતી

ધર્મેન્દ્ર વ્યાસ|

અમદાવાદ (વેબદુનિયા) પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સોલંકીએ જણાવ્‍યું છે કે ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટિએ નક્કી કર્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યુપીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાનના લોક જનશક્‍તિ પક્ષ સાથે થયેલ સમજૂતી સમાધાન મુજબ અમદાવાદ શહેરની દરિયાપુર - કાઝીપુરની બેઠક એલ.પી.જેને ફાળવી છે.

આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુરેન્‍દ્ર રાજપૂતનું ફોર્મ કેટલીક સ્‍પષ્ટતાઓનાં અભાવે ભર્યુ હતુ. પરંતુ ટેકનિકલ કારણોસર ઉમેદવારી કોંગ્રેસે પાછી ખેંચી છે. આ બેઠક ઉપર ઉમેદવાર સુરેન્‍દ્ર રાજપૂતે ઉમેદવારી પરત ખેંચી અને ચાલુ રહેલ સમાધાનમાં આ બેઠક એલ.જે.પી.ને ફાળવવામાં આવેલ છે. આ બેઠક પર મુકેશ ગુર્જર લોક જનશક્‍તિ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે રહેલા છે તેમને કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ ટેકો છે. કોંગ્રેસના કાર્યકરો તેમને જીતાડવા માટે તેમના સમર્થકોને કામ પર લાગી જવા જણાવ્યુ છે.


આ પણ વાંચો :