નથી ચાલી રહ્યો નેતાઓનો જાદુ

PTI
અમદાવાદ - આખા દેશની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર લાગેલી છે. ખાસ કરીને ભાજપા અને કોગ્રેસ બંને માટે આ પોતાની શાનનો પ્રશ્ન બની ગયો છે. તેથી પ્રચારમાં કોઈ કરકસર છોડવા નથી માંગતા. જે માટે દેશની રાજધાનીમાં બેઠેલા મોટા-મોટા નેતાઓથી માંડીને ફિલ્મી સિતારાઓ સુધી ની સભાઓ ગુજરાતમાં યોજાઈ રહી છે. પણ તાજેતરમાં યોજાયેલી કેટલીક ચૂંટણી સભાઓ પર નજર નાખીએ તો જે નેતા હમણાં સુધી એ જોવા મળે છે કે જે નેતાઓ હમણાં સુધી 'હીરો' સાબિત થઈ રહ્યા હતા તે ગુજરાતમા આવી 'જીરો' સાબિત થઈ રહ્યા છે. લોકો પરથી તેમનો જાદુ ઓસરી ગયો છે, અને સભાઓમાં 'લોકો' નહી પહોચવાને કારણે તે ફ્લોપ શો સાબિત થઈ રહી છે. ફક્ત નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીની સભામાં જ ભીડ જોવા મળે છે.

ગુજરાતમાં આ મહિને થનારી ચૂંટણીના પ્રચાર માટે ભાજપા અને કોંગ્રેસ સહિત બધી રાજનિતિક પાર્ટીઓના નેતાઓનું ટોળુ ઉમટી રહ્યુ છે. સ્થાનિક નેતાઓ તો ચૂંટણીના પ્રચારમાં લાગેલા જ છે, રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ દળ-બળ સાથે ચૂંટણી પહોંચી રહ્યા છે. તેમાં પણ ભાજપાએ તો પહેલા જ ચરણની ચૂંટણી માટે એક જ દિવસે ચૂંટણી સભા માટે એકસાથે 51 નેતાઓને મેદાનમાં ઉતારી દીધા, પરંતુ તે સભા પણ ન ચાલી શકી. સ્થિતિ એટલી નાજુક છે કે ઘર ઘરમાં તુલસીના નામે ઓળખાતી સ્મૃતિ ઈરાનીની સભા પણ તે માટે જ સ્થગિત કરવામાં આવી કે લોકો નથી આવી રહ્યા. હાલત તો ત્યારે ખરાબ થઈ ગઈ જ્યારે ભાજપાના મોટા મોટા દિગ્ગજો રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, સુષમા સ્વરાજ, વેકૈયા નાયડૂ જેવા નેતાઓની સભાને પણ કોઈ ખાસ રિસ્પોંસ ન મળ્યો.

નઇ દુનિયા|
P.R
આવું નથી કે આ સમસ્યા ફક્ત ભાજપાની છે, કોંગ્રેસ સાથે પણ આ જ થઈ રહ્યુ છે. દિગ્વિજયસિંહ, અજીત જોગી, મોહન પ્રકાશ, અહમદ પટેલ જેવા નેતાઓ ની સભાઓ પણ ફ્લોપ શો સાબિત થઈ રહી છે. આનું સીધુ કારણ એ પણ મનાઈ રહ્યુ છે કે ચૂંટણી બે દળો વચ્ચે નથી પણ મોદી અને કોંગ્રેસ વચ્ચે છે. એક તરફ મોદીને હરાવવાની હરીફાઈ છે તો બીજી બાજુ મોદીને જીતાવવાની જીદ. તેથી ભીડ પણ ફક્ત નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીની સભાઓમાં જ પહોંચી રહી છે.


આ પણ વાંચો :