ભાજપના નારાજ ધારાસભ્યોની નવી સમિતિ

30મી નવેમ્બર સુધીમાં એક લાખ સભ્યોની નોંધણી

W.DW.D

અમદાવાદ (એજંસી) ભાજપના નારાજ ધારાસભ્યો હાલમાં આગામી ચૂંટણીઓને લક્ષમાં લઈને સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિના સંગઠનને મજબૂત કરવા તથા તેમાં મોટાભાગે ભાજપના કાર્યકરોને સામેલ કરી તેનો ઉપયોગ ભાજપ સામે જ કરવાની તૈયારીમાં લાગી ગયા છે. આ સમિતિની ઉચ્ચતર સલાહકાર સમિતિની રચના 5મી નવેમ્બરના રોજ કરાઈ હતી.જેના કન્વીનર પદે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાની નિયુક્તિ કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના નારાજ જૂથના આગેવાનોની એક બેઠક સુરેશ મહેતના નિવાસસ્થાને મળી હતી. જેમાં સલાહકાર સમિતિની રચના કરાઈ હતી. ભાજપના નારાજ ધારાસભ્યો અને આગેવાનોએ સરદાર પટેલ ઉત્કર્ષ સમિતિના 21 સભ્યોની રચાયેલી આ સમિતિ રાજ્યમાં અત્યારસુધીમાં આશરે 87 જેટલા સંમેલનો યોજ્યાં છે. તેમનો એક માત્ર વિરોધ અને લક્ષ્યાંક મુખ્યમંત્રી નરેન્દ્દ મોદી હોવાનું તેઓ અનેકવાર જાહેર કરી ચૂક્યાં છે. જેના અનુસંધાને તેઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવા તેમની તમામ રાજકીય તાકાતને કામે લગાડશે. જે બેઠકો માટે કોંગ્રેસ કે અન્ય રાજકિય પક્ષ સાથે તેમના સાથીઓની ટિકીટનું ગોઠવાશે ત્યાં અને આ સિવાયની બેઠકો ઉપર પણ ભાજપના ઉમેદવારોને હરાવવા માટે જે તે જાતિ-જ્ઞાતિઓમાંથી અપક્ષ ઉમેદવારો ઊભા રાખવાની વ્યૂહરચના આ જૂથે તૈયાર કરી લીધી છે.

વેબ દુનિયા|
ભાજપના નારાજ જૂથની આગેવાનની માહિતી મુજબ અત્યારે તેમણે રાજ્યમા તેમનું સંગઠન વધુ મજબૂત કરવા તરફ ધ્યાન આપવાનું શરૂ કરી દીધુ છે અને ગામડા,તાલુકા,જિલ્લા કક્ષાએ સભ્ય નોંધણી અભિયાન શરૂ કરી દીધું છે.આશરે એક લાખ સભ્યો નોંધાશે એવી તેમની ગણતરી છે.આ કામગીરીને તેઓ 30મી નવેમ્બર,2007 સુધીમાં આટોપી લેવા માંગે છે. જાણકારોના નિર્દેશ પ્રમાણે નારાજ ધારાસભ્યો આ વખતે તેમના રાજકીય અસ્તિત્વ માટે જંગ ખેલવા મેદાને પડયાં છે અને એમાં તેઓ આ સભ્ય નોંધણીમાં તો ખાસ કરીને ભાજપના જ કાર્યકરોને તેમની પડખે લેવાની કોશીશમાં લાગી ગયાં છે.આ રીતે તેઓ ચૂંટણી વખતે ભાજપમાં કાર્યકરોની જ તંગી ઊભી કરીને મુશ્કેલી સર્જવા માંગે છે.


આ પણ વાંચો :