ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એડ. વોર

છાપાના જાહેર ખબરના યુદ્ધમાં બંને આમને-સામને

PRP.R

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી આવતીકાલે છે ત્યારે જ કોંગ્રેસે ગઇકાલ શુક્રવારે એનડીએ સરકાર વખતે છોડી મૂકાયેલા આતંકવાદી મસૂદ અઝહરની તસ્વીર સાથેની જાહેર ખબર સ્થાનિક અખબારોમાં છપાવીને ભાજપ ઉપર વળતો હુમલો કર્યો હતો. જયારે ભાજપે કેન્દ્રીય સ્તરે મતબેંક સાચવવા અફઝલ ગુરૂને ફાંસી આપવામાં અડચણો ઉભી કરવાનો આરોપ મુકતી એક જાહેર ખબર રાજ્યના અખબારોમાં પ્રસિધ્ધ કરાવીને સંસદ ઉપર હુમલાની છઠ્ઠી એનિવર્સરીના દિવસે અફઝલ ગુરૂની ફાંસીને ચૂંટણીના મુદ્દો બનાવી લીધો હતો.

આ જાહેર ખબર મુજબ કે, "એ કાળો દિવસ યાદ કરો જ્યારે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના મંત્રી આતંકવાદી મસૂદ અઝહરને ફાંસીએ લટકાવવાની જગ્યાએ કંદહાર મૂકી આવ્યા હતા."

તેમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની પાકિસ્તાન યાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે દરમિયાન તેઓએ મોહમ્મદ અલી ઝીણાની કબર ઉપર જઈ ફુલ ચડાવ્યા હતા. તે સાથે તેમાં ગુજરાત સરકારના ઓફિશિયલ પબ્લીકેશનમાં તેમણે કરેલી ઝીણાની પ્રશંસા પણ છાપવામાં આવી છે.

આ જાહેર ખબરમાં એવો આરોપ પણ મુકવામાં આવ્યો છે કે, કેન્દ્રમાં ભાજપ સરકારની બેદરકારીને લીધે જ પાકિસ્તાની લશ્કર કારગીલમાં ઘૂસી આવ્યું હતું અને સંસદ ભવન અને લાલ કિલ્લા ઉપર હુમલો થયો હતો.

આ જાહેર ખબર મુજબ લોકોને ગાંધીધામમાં મુખ્યમંત્રીના રહેઠાણ નજીક આવેલા અક્ષરધામ મંદિર ઉપર થયેલો હુમલો યાદ કરવા પણ કહેવાયું છે.
PRP.R

ભાજપે ગુરૂવારે સંસદ ઉપર હુમલાની એનિવર્સરિને ધ્યાનમાં રાખી છપાવેલી જાહેર ખબરમાં કોંગ્રેસ ઉપર પોતાની મતબેંક સાચવવા માટે અફઝલ ગુરૂને ફાંસી આપવામાં રોડા ઉભા કરવાનો આરોપ લગાવ્યો હતો.

ગુરૂવારના દૈનિક અખબારોમાં બીજા તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા પ્રસિધ્ધ કરાયેલી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર સાથેની આ જાહેર ખબરમાં જણાવાયું છે કે સંસદ ઉપર હુમલો કરનાર દરેક આતંકવાદી માર્યા ગયા હતા અને આ કાવતરું ઘડનારાઓની પ્રીવેન્શન ઓફ ટેરરીઝમ એક્ટ (પોટા) હેઠળ ધરપડ કરવામાં આવી હતી. તેમજ આ આરોપીઓને ત્રણ વર્ષની અંદર સજા પણ સંભળાવી દેવામાં આવી હતી અને તેમાંના એકને એટલે કે અફસલ ગુરૂને સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.

13મી ડિસેમ્બર, 2001ના રોજ સંસદ ઉપર થયેલા હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટ એક વર્ષ પહેલા જ અફઝલ ગુરૂને ફાંસીની સજા ફટકારી ચૂકી છે. પરંતુ કોઈને કોઈ કારણસર અત્યાર સુધી તેને ફાંસી આપી શકાઈ નથી.

જોકે આ જાહેર ખબરમાં કોંગ્રેસ કે સંસદ ઉપર હુમલાના કેસમાં ફાંસીની સજા પામેલા અફઝલ ગુરૂના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

વેબ દુનિયા|
કોંગ્રેસના આ પગલાંને 'જેવા સાથે તેવા'ની નીતિના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે


આ પણ વાંચો :