ભાજપ લોકોને મુર્ખ બનાવે છે : પ્રફુલ્લ

ભાજપની ભ્રામક જાહેરાતો

વેબ દુનિયા|

મહુવા (વેબદુનિયા) મહુવાના એનસીપીના ઉમેદવાર અમીત મહેતાની સરેસા ગામ ખાતે યોજાયેલી સભાને સંબોધતા રાષ્ટ્રીય ઉડ્ડયન ખાતાનાં મંત્રી પ્રફુલ્લ પટેલે જંગી સભાને સંબોધતાં જણાવેલું કે ભાજપ ખોટી ભ્રામક જાહેરાતો કરીને લોકોને ગુમરાહ કરી રહી છે. ફક્ત પાંચ જ લોકો માટે ભાજપની સરકાર ચલાવી રહેલ છે. ગુજરાતમાં ભાજપ કે સરકારમાં લોકશાહીનું દર્શન જ થતું નથી. ફક્ત કોમવાદી પરિબળો છે તે ફાસીવાદ તરફ જઈ રહ્યા છે. આ પ્રસંગે માજી મુખ્યમંત્રી છબીલદાસ મહેતાએ સંબોધન કર્યું હતું. અમારી કાર્યશૈલી એ જ અમારા પક્ષની ઓળખ છે.

આ પ્રસંગે કોંગ્રેસના નિરીક્ષક સુંદરલાલ તીવારી જીલ્લા પંચાયત પ્રમુખ પક્ષના આગેવાનો ભોળાભાઈ પટેલ અશોક ગોસ્વામી, પ્રદીપ શર્મા, સંગઠક કાળુભાઈ મહેતા, રાજકોટ જિલ્લા પ્રમુખ પૃથુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.


આ પણ વાંચો :