ભાજપ-117,કોંગ્રેસ-62,અન્ય-3(182/182)

ભાજપે ત્રીજી વખત ફરી મેળવી સ્પષ્ટ બહુમતી

W.DW.D

દેશ અને દુનિયાની નજર જેના પર છે તેવી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે બે તબક્કે યોજાયેલી ચૂંટણીની મતગણતરી રાજયનાં 37 કેન્દ્રો પર એકસાથે શરૂ થઇ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણિનગર બેઠક પર કોંગ્રેસના પ્રતિસ્પર્ધી દિનશા મોદીને હરાવી દીધા છે. તેઓએ 87 હજાર વોટોની લીડથી દિનશા પટેલને હરાવ્યા છે. આમ, દિનશા પટેલને મોદી સામે ઉભા રાખી પટેલ મતબેંક તોડવાની કોંગ્રેસની યોજના સફળ થઈ શકી નથી.
મતદાનનો છેલ્લો ટ્રેંડ-
23મી ડિસેમ્બરના રોજ મતદાનની અંતિમ સ્થિતિ જોઇએ તો કુલ 182 બેઠકોમાંથી ભાજપ-117, કોંગ્રેસ-62(એનસીપીને 03 બેઠક), જનતા દળ (યુનાઇટેડ)-01 અન્યને 02 બેઠકો મળી હતી. ભાજપે ફરી ત્રીજી વખત સ્પષ્ટ બહુમતી મેળવીને વિરોધીઓના મોં બંધ કરી નાખ્યા છે..
વેબ દુનિયા|
પક્ષ
વિજય
182/182
ભાજપ
117
117
કોંગ્રેસ+NCP
59+03
62
અન્ય
03
03


આ પણ વાંચો :