માંગરોળમાં ઉમેદવારો વચ્ચેનો જંગ

ગણપતભાઈ વસાવા અને રમણભાઈ ચૌધરી વચ્ચે જંગ

વેબ દુનિયા|

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર ઝુંબેશનું પ્રથમ ચરણ શરૂ થઈ ચૂક્યું છે. સુરત જીલ્લાાની આદિવાસી બેઠકોમાંની એક આંગરોળ બેઠક તરફ પણ આવેલા બે બળીયા જોગીઓ મેદાને જંગમાં હોવાથી સૌની નજર માંગરોળ તરફ કેન્દ્રીત થવા માંડી છે. કોંગ્રેસે એક વેળા ભાજપના બીજીવેળા જનતાદળમાંથી વિજયી બની મંત્રીપદ ભોગવી ચૂકેલા તો ત્રીજી વેળા કોંગ્રેસની ટિકિટ મેળવી પરંતુ ત્રિકોણીયા જંગમાં હારી ગયેલા રમણભાઈ ચૌધરીને પુનઃ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપાએ વર્તમાન ધારાસભ્ય ગણપતભાઈ વસાવામા વિશ્વાસ વ્યક્ત કરી જંગમાં ઉતાર્યા છે. હાલના તબક્કે બંને પક્ષો નેટ ટુ નેટ કસ્મકસ થઈ રહ્યાં છે બંને ઉમેદવારોની હારજીતમાં અસંતુષ્ટો પણ હોય આ વેળાનો જંગ ગત ચૂંટણીઓ કરતાં કાઈ નવા રંગ રેલાવે એવો માહોલ ઊભો થવા માંડયો છે. હાલના તબક્કે બંને પક્ષો નેટ ટુ નેટ કસ્મકસ થઈ રહી છે બંને ઉમેદવારોની હારજીત અસંતુષ્ટો મુખ્ય ભૂમિકા ભજવી જશે એ વાત પણ એટલી જ દીવા જેવી દેખાઈ રહી છે.

કશ્મકશનો જંગ જામવાનો છે ત્યારે ભૂતકાળના અરિસામાં રાજકીય છબીઓ નિહાળીએ તો 1995માં ભાજપનો ઉમેદવાર તરીકે રમણભાઈ ચૌધરી 22000 મતોએ વિજયી થયા હતા. 1998માં રમણભાઈ ચૌધરી જનતાદળના ઉમેદવાર તરીકે ત્રિકોણીયા જંગમાં વિજ્યી થયા હતા. 2002માં ભાજપના ઉમેદાર ગણપતભાઈ વસાવા, રમભાઈ ચૌધરી કોંગીના ઉમેદવાર સામે 8000 જેટલા મતોથી વિજયી થયા હતા. તે વેળાએ પણ ત્રિકોણીયો જ હતો. છેવટે 2004ની લોકસભામાં કોંગ્રેસ આગળ નીકળઈ ગઈ હતી અને 1100 જેટલી લીડ મેળવી હતી. જેનાથી કોંગ્રેસમાં નવો પ્રાણ આવ્યો છે. વર્તમાનમાં આવીએ તો સ્થાનિક તાલુકા પંચાયતમાં માંગરોળ તાલુકા પંચાયત કોંગ્રેસ હેઠળ તો ઉમરપાડા તાલુકા પચાયત ભાજપ પાસે છે. જીલ્લા પંચાયત કુલ પાંચ બેઠકોમાં 3 ભાજપ તો બે કોંગ્રેસ પાસે છે.
સહકારી ક્ષેત્ર પર દૃષ્ટિપાત કરીએ તો માંગરોળ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા જંગલ સહકારી મંડળી, વાંકલ મોટા કદની સહકારી મંડળી ડી. કો. ઓ. બેંક માંગરોળ ઉમરપાડા જમીન વિકાસ બેંક ઉમરપાડાના સુમુલના ડાયરેક્ટર વટારીયા અને પડવાઈ સુગર આ બધામાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. બીજી તરફ માંગરોળના સુમુલના ડાયરેક્ટર અને માંગરોળ તાલુકા ખરીદ વેચાણ સંઘ અને કામરેજ સુરગના ડિરેક્ટર ભાજપના છે. વર્તમાનમાં નજર અંદાજ કરીએ તો 226 બુથો ધરાવતા માંગરોળ વિધાનસભા મત વિસ્તારમાં માંગરોળમા 141, ઉમરપાડામાં 62 અને ઓલપાડના નવા ગામોના 23 બુથોનો સમાવેશ થાય છે. જેમાં ઓલપાડમાં 13, ઉમરપાડામાં 15, ઉમરપાડામાં 12 અને માંગરોળમા 48 બુથો સંવદેનશીલ છે ઓલપાડનું 01 અને માંગરોળના 06 જોખમી તો માગરોળના 09 વન્ડરબેલ ગામોમા મોસાલી ભીલવાડા, કોસાડી, આસરમા વેલાછાનો સમાવેશ થાય છે.
વર્તમાન યોજાનાર ચૂંટણીમાં રમણભાઈ ચૌધરી કોંગ્રેસમાંથી ગણપતભાઈ વસાવા ભાજપમાંથી છનાભાઈ કે. વસાવા બહુજન સમાજ પાર્ટીમાંથી હેમંત એફ. વસાવા જનતાદાળ યુ. માંથી તો કોંગ્રેસના બળવાખોર સંગઠનના મહામંત્રી સુરેશબાઈ આર. વસાવાએ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના બે માજી હોદ્દેદારો જી. પ.ના અને સંગઠનના માજી પ્રમુખ હર્ષદ ચૌધરી અને જિલ્લા ભાજપના માજી મહામંત્રી રાજુભાઈ પાઠક અસંતુષ્ઠ જૂથના હોઈ કોંગ્રેસને મદદ કરી રહ્યા છે એટલે બંને પક્ષે અસંતુષ્ઠો મેદાનમાં છે. એટલે જંગ રસાકસી ભર્યો થઈ ગયો છે.
આંકડાની ગેઈમ જોઈએ તો બે વેળા ભાજપ જીત્યું છે એક વેળા જનતાદાળ અને છેલ્લે લોકસભામાં કોંગ્રેસે લીડ મેળવી હતી એટલે આ વેળાની જંગ કોંગ્રેસ ભાજપ અને અસંતુષ્ટોની ભૂમિકા વચ્ચે ધીમી ચૂક્યો છે ભાજપના ઉમેદવાર કહે છે કે રાજુ પાઠક અને હર્ષદ ચૌધરી જવાથી અમને કોઈ ફેર પડવાનો નથી. કોઈ ઝાઝુ નુકસાન કરી શકવાના નથી. 2002માં ભાજપ સંગઠનની તાકાતથી જીત્યું હતું. એ વાત વર્તમાન ધારાસભ્ય ગણપતભાઈ પણ કહે છે તે વેળા રાજુ પાઠક જિલ્લાનાં મહામંત્રી હતા અને હર્ષદ ચૌધરી પ્રમુખ હતા. આ વેળાએ આ બંને નથી. યુવાન દિલીપસિંહ રાઠોડ સંયોજકની ભૂમિકામાં છે અને પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. બીજી કાજુ કોંગ્રેસના રમણભાઈ ચૌધરી આદિવાસીઓના જમીનના હક્કો માટે સતત સંઘર્ષ કરી રહ્યા હોય અને બબ્બેવાર ધારાસભ્ય જેમા એકવાર મંત્રી તરીકે પ્રજાની સેવાઓ કરી હોય. આદિવાસી જનસંઘ મોરચો પણ મેચની સાથે હોય અને જયા પાછળ રહેતા હતા તે ઓલપાડ વિભાગની નવ ગામોમાં પણ કોંગ્રેસ તરફી વાતાવરણ જામ્યું હોય અને ડો. નટવરસિંહ આડમોર જેવા તેમના સથવારે હોય અને રાજુ પાઠક અને હર્ષદ ચૌધરી મહત્વની ભૂમિકા ભજવતી તમામ તાકાતો ભેગી કરી લીધી હોય આ વેળાની જંગ કોંગ્રેસ અને ભાજપ માટે હાલમાં કશમકશ ભર્યા દેખાઈ રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં સંગઠનની તાકાત પ્રચાર ઝુંબેશ અને છેવટે મતદારોનો ઝોક કઈ તરફ જાય છે તેના પર હાર જીત નક્કી થશે એ પણ નગ્ન સત્ય છે.ટૂંકમાં માંગરોળના આ વેળાના જંગમાં કોઈ પણ થઈ શકે એમાં શંકાને સ્થાને નથી.

કુલ 1,83,000 લાખ મતદાર
આદિવાસી (વસાવા) 72000 મ
ગામીત, ચૌધરી, રાઠોડ 31000 મ
મુસ્લિમ 35000 મ
બક્ષીપંચ ઈતર 45000
વર્ષ.... ભાજપ.. કોંગ્રેસ.. જનતાદળ.. વિજય માર્જી
1995.... 43000... 21000... -.. 22000... ભાજ
1998.... 24000... 21000... 32500.. 8500... જનતાદ
2002.... 51000... 43000... 15000.. 8000... ભાજ
2004.... 43000... 44500... -... 1100... કોંગ્રેસની લી(લોકસભા)


આ પણ વાંચો :