મોદી ફરી હિન્દુત્વના નામે કરો યા મરો

નરેન્દ્ર મોદીનું હિન્દુત્વવાદી બનવાનું આહ્વાન

W.DW.D

અમદાવાદ (એજંસી) આગામી ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણી એ જાણે હિન્દુત્વની જંગ હોય તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે કરો યા મરો જેવી સ્થિતિ છે. આ ચૂંટણી ભલે તેઓ વિકાસના નામે લડવાનો દાવો કરી રહ્યાં હોય, પરંતુ તેમ છતાં તેમણે હિન્દુત્વના મુદ્દા સાથે છેડો ફાડ્યો હોય તેવું જણાતું નથી.

મોદીએ એક જાહેર કાર્યક્રમમાં આજે જણાવ્યું હતું કે, દેશમાં રાષ્ટ્રવિરોધી તાકતોને હરાવવા માટે હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી તાકતોએ હાથ મીલાવવા જોઈએ. ભારતીય જન શક્તિ પક્ષના વડા ઉમા ભારતીના ગુરૂ અને દક્ષિણના સુપ્રસિધ્ધ પેજાવર મથના વડા સ્વામી વિશ્વેશ્વર તીર્થ દ્વારા ભાજપ પ્રમુખ રાજનાથ સિંહે લખેલા પત્રમાં રાષ્ટ્રવાદી અને હિન્દુત્વવાદી લોકોએ એકજૂથ થવા પર ભાર મુક્યો હતો.

મોદીએ આ અંગે જણાવ્યું હતું કે તેઓ ધાર્મિક નેતાના આહ્વાનને આવકારે છે કારણ કે આ સમયની જરુરિયાત છે. રાજ્યના મુખ્યમંત્રીએ વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંહલના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય સમિતિની બેઠકમાં પસાર કરવામાં આવેલા ઠરાવને પણ આવકાર્યો હતો. આ ઠરાવમાં ઢોઁગી બિનસાંપ્રદાયિકો અને રાષ્ટ્રવિરોધી તાકતોને આ વિધાનસભાની ચૂંટણીમાં હરાવીને રાજ્ય સરકારને વધુ મજબુત કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.

વેબ દુનિયા|
આ ઠરાવને આવકારતાં મોદીએ જણાવ્યું હતું કે મને આશા છે કે સ્વામી વિશ્વેશ્વર તીર્થ દ્વારા કરવામાં આવેલા સુચન અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવના કારણે ગુજરાતમાં રાષ્ટ્રવાદી તાકતો વધુ મજબુત થશે.


આ પણ વાંચો :