રાજકોટમાં વધુ અપક્ષો ચૂંટાય તેવા સંજોગો

P.R
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્‍યારે રાજકીય પંડીતો મતદારોની નાડ પારખવામાં વ્‍યસ્‍ત બન્‍યા છે. પંડિતોનું આ ચૂંટણીમાં કંઈક વિશેષ વર્ચસ્‍વ રહ્યું છે. આ ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં અણધાર્યા પરિણામો આવે તેવી સંભાવનાં વ્‍યક્‍ત થઈ રહી છે.

ગુજરાત વિધાનસભાની 2002ની સાલમાં ચૂંટણી હિન્‍દુત્‍વનાં મુદે લડાઈ હતી, જેનો લાભ ભાજપને ભરપુર મળ્યો હતો. હાલની ચૂંટણીમાં કોઈ વિશિષ્ટ મુદ્દો ઉપજ્યો નથી. વિકાસની વાતો થાય છે. પણ તેમાં કંઈ દમ નથી. રાજકીય સમીક્ષકો અનુસાર આ વખતે જ્ઞાતિ, જાતિ અને બળવાખોરી મુખ્‍ય પરિબળો ઉભર્યો છે. જેનો પ્રભાવ પરિણામો પર જોવા મળશે. સૌરાષ્‍ટ્‍ર કચ્‍છનાં પરિણામોમાં ભાજપ કોંગ્રેસનું વર્ચસ્‍વ તૂટે અને 15 થી વધુ અપક્ષો તથા અન્‍ય પક્ષોના ઉમેદવારો મેદાન મારી જાય તેવા એંધાણ મળી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં મતદોરની સ્‍થિતિ સ્‍પષ્ટ છે. લેઉઆ પટેલ, કોળી દલિતો અને મુસ્‍લિમ સમાજનાં મતદારોનો સરવાળો 70 ટકા જેટલો જાય છે. લેઉવા પટેલ કોળી અને દલિત સમાજ કોંગ્રેસથી કંટાળીને ભાજપ તરફ ગયેલા, હાલમાં આ મતદારો ભાજપથી પણ નારાજ છે. મુસ્‍લિમ સમાજ પણ ક્‍યારેય ભાજપ તરફી રહ્યો નથી. તેઓ કોંગ્રેસથી પણ ખુશ નથી. લઘુમતીઓ કઈ બાજુ ઢળશે એ બાબતે પ્રશ્ર્ન સર્જાયો છે.

વેબ દુનિયા|
- ધર્મેન્દ્વ્યા
બીજી બાજુ ભાજપ કોંગ્રેસમાં ચોમેર બાળવાખોરોએ જંગ છેડયો છે. આ બધી જ પરિસ્‍થિતિ જોતા આ વખતે સૌરાષ્ટ્ર-કચ્‍છના ચૂંટણી પરિણામોમાં અપક્ષો અને અન્‍ય પક્ષો મેદાન મારી જાય તેવું હાલના સંજોગોમાં પંડિતો માની રહ્યા છે.


આ પણ વાંચો :