સીએમ હતો અને સીએમ રહીશ-મોદી

અમદાવાદ| વેબ દુનિયા|

અમદાવાદ (વેબદુનિયા) શરૂઆતના પરિણામોને જોતા ગુજરાતની અંદર ભાજપની સરકાર આવવાની પુરેપુરી શક્યતાઓ છે. આ વચ્ચે એક એસએમએસમાં મોદીએ કહ્યું હતું કે હું સીએમ હતો અને સીએમ રહીશ.

હા જો કે તેમણે સીએમનો અર્થ મુખ્યમંત્રી ન કહેતા કોમનમેન જણાવ્યો છે. બીજી બાજુ અત્યાર સુધી પ્રાપ્ત થયેલ પરિણામોમાં ભાજપ આગળ છે.

ખાડિયાથી ભાજપના વરિષ્ઠ નેતા અશોક ભટ્ટ આ ચુંટણીમાં જીતી ગયાં છે. જમાલપુર અને વીજાપુરમાં પણ ભાજપે વિજય મેળવી લીધો છે.


આ પણ વાંચો :