Last Modified: અમદાવાદ , સોમવાર, 24 ડિસેમ્બર 2007 (21:13 IST)
હું સંઘ-વિહિંપનો મજૂર છું-આચાર્ય
અમદાવાદ (વેબદુનિયા) વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત એકમમાં મોદીને ટેકા આપવાના મામલે અશોક સિંઘલ - પ્રવિણ તોગડિયાના જૂથો સામસામે આવી ગયા છે અને પરિષદમાં ઊભા ફાડિયા પડી ગયા છે તેવા સમયે આચાર્ય ધર્મેન્દ્ર મહારાજે એટલો જ જવાબ વાળ્યો કે વિહિંપનું અખંડ નેતૃત્વ અશોક સિંઘલજી સંભાળે છે. તેમણે તેમના વિચારો આપની સુધી પહોંચાડ્યા છે. હું ભલે માર્ગદર્શક મંડળનો સભ્ય હોઉ પણ આરએસએસ અને વિહિપનો મજૂર છું.
તોગડિયા - સિંઘલના લડાઈમાં પોતે સિંઘલ સાથે છે એવા સ્પષ્ટ નિર્દેશ સામે તેમણે જણાવ્યું કે સંગઠનમાં કોઈ ભાગલા પડ્યા નથી અને કોઈની સામે અનુશાસનની કાર્યવાહી મારાથી થઈ શકે નહી કારણ કે હું કોઈ વિહિંપનો હોદ્દેદાર નથી. અને જંબુસરની જાહેરસભાના વીડિયો ક્લિપિંગ મેળવ્યા હતા ને તે લઇને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીમાં વીડિયો ક્લિપંગ જોયા પછી પંચ આજે નરેન્દ્ર મોદીને નોટિયસ અંગનો ધડાકો કર્યો હતો.