નવી દિલ્હી (એજંસી) ગઇકાલ સોમવાર મોડીરાત્રે પડતર 45 ઉમેદવારો પૈકી માત્ર 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસે જાહેર કરી હતી. જેમાં 19 નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે એનસીપીને 5 અને ભાજપ છોડનારા નારાજ જુથને વધુ એક બેઠક આપવાનો નિર્ણય કોંગ્રેસે લીધો હતો. આ પરિપ્રેક્ષ્યમાં 24ની યાદી જાહેર કરાઈ છે. જયારે બાકીના નામો આજે મંગળવાર બપોરે જાહેર થશે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મેઘરજની બેઠક ઉપરથી કેન્દ્રીય કાપડમંત્રી શંકરસિંહ વાધેલના પુત્ર મહેન્દ્રસિંહ વાધેલાને અને કલોલની બેઠક ઉપરથી સુરેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં અમદાવાદ શહેરની રખિયાલ, દરિયાપુર-કાજીપુર, મણિનગર અને સરખેજનો સમાવેશ કરવામાં આવ્યો નથી. માણસા માટે જેમનું નામ ચર્ચાતું હતું તેવા વાધેલા જૂથના હરિભાઈ ચૌધરીને મોડાસા બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં શાહપુરની બેઠક ઉપરથી ગ્યાસુદ્દીન શેખ અને શહેરકોટડામાંથી શૈલેશ પરમાર, સાબરમતીમાંથી ડો. કૌશિક શાહને જાહેર કર્યા છે. વડોદરામાં સયાજીગંજમાંથી વડોદરાના માજી મેયર દલસુખ પ્રજાપતિના પુત્ર રાજેશને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અસારવા, દિયોદર અને વડોદરા (ગ્રામ્ય)ની બેઠક મહિલાઓને ફાળે ગઈ છે. ૨૪ની યાદીમાં ૮ પટેલ ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે. આમ પટેલ મતો અંકે કરવા માટે કોંગ્રેસ દ્વારા સઘન પ્રયાસ કરાયા હોવાનું જણાઈ રહ્યું છે.કોંગ્રેસના 24 ઉમેદવારોની યાદી - સાબરમતી-ડો. કૌશિક શાહવિરમગામ-ડો. જગદીશ પટેલશાહપુર-ગ્યાસુદ્દીન શેખઅસારવા-ડો. મધુબેન પટણીરણધીકપુર-પુનાભાઈ બારિયાબાલાસિનોર-માનસિંહ ચૌહાણકપડવંજ-મણીભાઈ પટેલપેટલાદ-નીરંજન પટેલવડોદરા(શહેર)-ડો. રાજેન્દ્ર રાઠોડસયાજીગંજ-રાજેશ દલસુખભાઈ પ્રજાપતિવાઘોડિયા-જયેશ પટેલવડોદરા(ગ્રામ્ય)- જયશ્રીબેન ગોહિલકરજણ-ચંદુભાઈ ડાભીશહેરકોટડા-શૈલેષ પરમારકલોલ-સુરેશ પટેલજોટાણા-નવીન ચાવડાવિજાપુર-બાબુભાઈ પટેલદિયોદર-જેનીબેન ઠાકોરધાનેરા-નાથાભાઈ પટેલપાલનપુર-રાજેન્દ્ર જોષીહિંમતનગર-સી. કે. પટેલમોડાસા-હરિભાઈ ચૌધરીમેઘરજ-મહેન્દ્રસિંહ શંકરસિંહ વાધેલાલુણાવાડા-હીરાભાઈ પટેલ