શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. લેખાનુદાન09
Written By વેબ દુનિયા|
Last Modified: ગાંધીનગર , બુધવાર, 18 ફેબ્રુઆરી 2009 (18:41 IST)

નર્મદા યોજના માટે કટીબદ્ધ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના અંગે રાજ્ય સરકારે પોતાની કટીબદ્ધતા જાહેર કરી હતી. તેના અધુરા કામ માટે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને દોષી જાહેર કર્યા હતા.

રાજ્ય સરકારે જણાવ્યુ હતુ કે બીજા રાજ્યોની ઘણી પરિયોજનાઓને રાષ્ટ્રીય યોજના જાહેર કરીને તે અગ્રતા ક્રમ આપવામાં આવે છે. પણ નર્મદા યોજના પ્રત્યે ઓરમાનભર્યુ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ સાથે નર્મદા યોજના જલ્દી પૂરી થાય તે માટે મહારાષ્ટ્ર સરકારને તેની સીમાની અંદરનાં કામો જલ્દી પૂરી કરવા અપીલ કરી હતી. તેની સાથે રાજ્ય સરકારે ગુજરાતને નંદનવન બનાવવા માટે નર્મદા યોજના પૂરી કરવા કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું.