ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: અમદાવાદ. , બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (12:37 IST)

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - પરિણામ પછી વિજય રેલીઓ કાઢવાની મંજૂરી નહી

કોરોના વાયરસ મહામારીને કારણે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનીક ચૂંટણીના આગામી ચૂંટણીના પરિણામની જાહેરાત પછી વિજયી ઉમેદવારોની જાહેરાત પછી વિજયી ઉમેદવારો દ્વારા રેલીઓ કે જૂલુસ કાઢવા પર રોક લગાવી દીધી છે. મતગણતરી દરમિયાન પાલન કરવામાં આવનારા વિવિધ માનક સંચાલન પ્રક્રિયાઓનો ઉલ્લેખ સાથે રજુ કરતો પરિપત્રમાં ચૂંટણી પંચે ચેતાવણી આપી છે કે જો કોઈ કોવિડ-19 સંબંધી નિર્દેશોનુ ઉલ્લંઘન કરતો જોવા મળ્યો તો તેના પર વિપદા પ્રબંધ અધિનિયમ અને ધારા 188ના હેઠળ મામલો નોંધવામાં આવશે.  છ નગર નિગમ માટે 21 ફેબ્રુઆરીએ અને 81 નગરપાલિકાઓ, 31 જીલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે.  નગર નિગમ ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ અને સ્થાનીક 
સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થશે. એસઓપીના મુજબ સંબંધિત ચૂંટણી અધિકારીએ આ ખાતરી કરવી પડશે કે પરિણામની જાહેરાત પછી ઉમેદવાર વિજય રેલી ન કાઢે.  સાથે જ એ પણ જોવાનુ રહેશે કે મતગણતરી કેન્દ્રો પર ભીડ ન થાય.