સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 7 ફેબ્રુઆરી 2021 (00:09 IST)

કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં મુખ્ય આરોપીના ભાઇને ટિકીટ આપતાં વિવાદ

અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપે 142મા6થી 106 કોર્પોરેટરોને ટિકીટ આપી નથી. એટલે કે ભાજપે 76 કોર્પોરેટરોને ચૂંટણીના મેદાનામાંથી બહાર કરવામાં આવ્યા. જેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેટરોની ટિકીટ કાપ્યા બાદ ભાજપે એવા ઉમેદવારોને સંબંધિત વોર્ડમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા જ્યાં તે ઉમેદવારોને કોઇ ઓળખતું નથી. 
 
ભાજપે આ વખતે કોર્પોરેટરના સગા સંબંધીઓને ટિકીટ આપવાની ના પાડી હતી એટલે કોન્ટ્રાક્ટરોના પરિજનોને ટિકીટ આપીને ચોંકવનારો નિર્ણય કર્યો છે. કાંકરિયામાં રાઇટ તૂટવાની ઘટના આવી હતી તે કોન્ટ્રાક્ટરના ભાઇ અને ગત વખતે કોર્પોરેટ મહેન્દ્ર પટેલને અમરાઇવાડીથી ટિકીટ આપવામાં આવી છે. 
 
જલધારાવાળા ધનશ્યામભાઇ પટેલની રાઇડ ઉપરાંત વસ્ત્રાપુર લેકમાં મિની એમ્યુઝમેંટ પાર્કનો કોન્ટ્રાક્ટ છે. જલધારાથી જમીનનો કબજો પરત લેવા માટે મહાનગરપાલિકાને હાઇકોર્ટ સુધી લડાઇ લડવી પડી હતી. આ ઉપરાંત રાઇટ તૂટવાના મામલે બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે 38 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. તેમાં સરકારની મજાક ઉડી હતી.  
 
આ તમામ વિવાદોને ભૂલીને પાર્ટીએ મહેન્દ્રભાઇને ટિકીટ આપી છે. કોર્પોરેટરની ટિકીટ માટે ઘણા લોકોએ દાવેદારી કરી હતી. તેનું કારણ સેવાની ઉંચી ભાવના થાય છે. પરંતુ એવું માનવું ખોટું છે. મોટાભાગના લોકો પદનો દુરઉપયોગ કરી પૈસા કમાય છે. 
 
આ ઉપરાંત નિર્માણોના નામે હપ્તા વસૂલવા માટે બદનામ કોર્પોરેટરોની પણ ટિકીટ કપાઇ ગઇ છે. પરંતુ બીજી તરફ અવૈધ રૂપથી નિર્માણ કરનાર તથા હપ્તાની માંગ કરતાં ઓડિઓ વાયરલ થયા બાદ પાર્ટીમાંથી સસ્પેન્ડ ઇસનપુરથી કોર્પોરેટર પુલકીત વ્યાસને ટિકીટ તો આપવામાં ન આવી પરંતુ પરંતુ તેમને પાર્ટીમાં પરત લેવામાં આવી. તેનાથી ખૂબ વિવાદ ઉભો થયો છે.