- ધર્મ
» - નવરાત્રોત્સવ
» - ગુજરાતી આરતી-ગરબા
શ્રી આદ્યશક્તિ સ્તવન
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપોમામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;ભાસે ભયંકર વળી મનના ઉતાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2આ રંકને ઉગરવા નથી કોઇ આરો,જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,કોને કહું કઠિન યુગ તણો બળાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,આડંબરે અતિ ઘણો મદથી બકેલો,દોષો થકી દુષિતના કરી માફ પાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,આ જિંદગી થઇ મને અતિશે અકારી,દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,શક્તિ ન માપ ગણવા અગણિત માપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,ખોટો ખરો ભગવતી પણ હું તમારો,જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,સંસારના સકળ રોગ સમૂળ કાપો,મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12