શનિવાર, 14 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Updated : સોમવાર, 24 સપ્ટેમ્બર 2018 (17:01 IST)

ગુજરાતી ગરબા - હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે...

હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
 
સકળની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચમકે ગાજે રૂપલે મઢી રાત
જોગ માયાને અંગ ગયો નીતરી ઉમંગ
રમે જોગણીઓ સંગ માએ પાથર્યો
પરકાશ ચૌદ લોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
 
ચારે જુગનો ચુડલો માને સોળ કળાનો પાઘ
અંબાના અણસારા વિના હાલે નહી પાન
હે માના રૂપની નહીં જોડ, માને ગરબા કેરી હોડ
માને રમવાના બહુ કોડ
માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે