1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
  4. Khamma Mar Nandajin Lala Lyrics in Gujarati

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

Khamma Mar Nandajin Lal
Khamma Mar Nandajin Lal
હું તો સુતી'તી મારા શયન ભવનમાં,
સાંભળ્યો મેં મોરલીનો સાદ,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...

 
ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલી ગઇ હું તો સાન ભાન,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...
 
પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,
દીઠા મેં નન્દજીના લાલ,
મોરલી ક્યાં રે વગાડી! — ખમ્મા...
 
દોણું લઇને ગૌ દોહવાને બેઠી,
નેતરાં લીધા હાથ,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...
 
વાછરું વરાહે મેં તો છોકરાંને બાંધ્યાં,
નેતરાં લઇને હાથ,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...
 
આંધણ મુક્યા છે મેં તો ચૂલા ઉપર,
આંધણીયાં ઉભરાઈ જાય,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...
 
બેડું મેલ્યું છે મેં તો સરોવર પાલ,
ઈંઢોણી આંબાની ડાળ,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...

 
એરે મોરલીયે મન મારું મોહ્યું,
મેલ્યાં છે ઘરને બા'ર,
મોરલી ક્યાં રે વગાડી? — ખમ્મા...
આગળનો લેખ
સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ