ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. ગુજરાતી ગરબા આરતી
Written By
Last Modified: ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (17:43 IST)

માતા શૈલપુત્રીની આરતી - શૈલપુત્રી મા વૃષભ તારો અસવાર, કરે દેવતા જય જય કાર |

શૈલપુત્રીમાં વૃષભ તારો અસવાર, કરે દેવતા જય જય કાર |
શિવ શંકરની પ્રિય ભવાની, તારી મહિમા કોઈએ ન જાણી |
પાર્વતી તું ઉમા કહેવાય, જો તને સમરે તે સુખી થાય |
રિદ્ધિ સિદ્ધિ મા અપરંપાર, જો કરે તું દયા તો તે થાય ધનવાન |
સોમવારે શિવસંગ પ્યારી, આરતી જેણે ઉતારી તારી |
તેની આશા પુરણ થાય, દુઃખ દારિદ્ર તેના જાય |
ઘીનો દીવો કરી લગાવે ભોગ, તેના પૂરા થાય મનોરથ |
શ્રદ્ધાથી જપે તારું નામ, અંધારે અજવાળે મા તું થાય સહાય |
પ્રેમ સહિત નમાવે શિશ, તે ઘરે ન આવે યમ કેરી રીશ |
જય ગિરિરાજ કિશોરી અંબે, શિવ મુખ ચંદ્ર ચકોરી અંબે |
મનો કામના પૂરણ થાય. સુખ સંપત્તિ ઘર તેના સોહાય |