1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By

આનંદ મંગલ કરું આરતી... Anand Mangal Aarti Gujarati Lyrics

Aarti
Aarti
આનંદ મંગલ કરુ આરતી, હરિ ગુરૂ સંતની સેવા 
પ્રેમ ધરી મંદિર પધરાવુ, સુંદર સુખડા લેવા... આનંદ મંગલ 
 
રત્ન જડિત બાજોઠ ઢળાવ્યા, આનંદ રૂપી એવા, 
જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા... આનંદ મંગલ 
 
સંત મળે તો મહાસુખ પામુ, ગુરૂજી મળે તો મેવા 
ત્રિભુવન તાર ણ ભગત ઉધારણ, પ્રગટ્યા દરશન દેવા.. આનંદ મંગલ 
 
અડસઢ તીરથ ગુરૂજીના ચરણે, ગંગા જમના રેવા 
કહે પ્રીતમ ઓળખ અણસારો હરિના જન હરિ જેવા.. આનંદ મંગલ 
 
 
 
સાભાર - પ્રીતમ