રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Updated : ગુરુવાર, 28 જુલાઈ 2022 (17:37 IST)

એવરત-જીવરત માં ની આરતી / Evrat Jivrat Maa Ni Aarti

evrat jivrat
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા (2) 
 
ધૂપ દીપ નૈવેધ જવારા 
ફૂલ પણ ને મેવા 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
પહેલો દીવડો એવરત મા નો (2) 
દૂર કરો અંધારો 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
આશિષ આપજો રહે નીરોગી (2) 
દીર્ધાયુ ભરથાર 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
બીજો દીવડો જીવરત મા નો(2) 
હળદર ને હરનારો 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
ધન્ય ધરા ધન સંપતિ આપો 
ઉતારો ભવ પાર 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
ત્રીજો દીવડો જયા માં નો (2) 
દયા કૃપા કરનારા 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
વંશનો વેલો વધે હમેશા (2)
દે ખોડો ખૂંદનારા 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
ચોથો દીવડો વિજયા માં નો (2)
શક્તિના દેનાઆ 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
ધૂળ ચાટતા થાય દુશ્મનો (2) 
સંકટના હરનારા 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
 
પાંચમો દીવો શક્તિ કેરો (2) 
હો કરૂણાની ધારા 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા 
 
વંદન તમને માત ભવાની (2) 
ભક્તિના દેનારા 
એવરત-જીવરત માં ની આરતી 
જય વિજયામાંની સેવા