બુધવાર, 14 જાન્યુઆરી 2026
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Updated : સોમવાર, 22 ડિસેમ્બર 2025 (10:52 IST)

સોનલ માં ની આરતી

સોનલ માં ની આરતી
સોનલ માં ની આરતી

 
જાણે ઉગ્યો મંદિરીયામાં આભ, સોનલ તારી આરતીય,
રમે તારલા નવ લાખ રાસ, સોનલ તારી આરતીયે......
વાયરા વસંત ધૂપ થઈને વાય છે,
દરિયાના લોહ તારી આરતીયુ ગાય છે.
એ ગાજેગાજે નગારે બારે મેઘ..... સોનલ તારી આરતીયે......
વનરા અઢાર બાર ફુલ વરસાવે,
નવસો નવ્વાણું નદી અરઘ ચડાવે,
એ તારા પાવલીયા ધોવે પહાડ..... સોનલ તારી આરતીય..
સુરજને ચંદ્ર કેરા દિવડા જલાવ્યા,
સંધ્યા પ્રભાત સિંદૂર ચડાવ્યા,
તારી જાલરુ ગૂજે ઓમ નાદ...... સોનલ તારી આરતીયે
માત સોનલ તારી ભાવભરી આરતી,
આપ કવિ ગાય એના દુખડા નીવારતી,
રહે રાજી માનવદિનરાત .......સોનલ તારી આરતીયે....