આરોગ્યમાં લાભકારી આ શાકભાજી અને ફળ સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવે છે

Last Modified મંગળવાર, 28 જુલાઈ 2015 (15:33 IST)
આપણે મોટેભાગે આજકાલ એવા શાકભાજી અને ફળો ખાવા પસંદ કરીએ છીએ જે આપણા આરોગ્ય માટે લાભકારી હોય. આમ તો બધા ફળ અને શાકભાજી આરોગ્ય માટે લાભકારી છે. પણ કેટલાક શાકભાજી ફળ એવા પણ છે જેનાથી આપણી સુંદરતાને પણ ચાર ચાંદ લાગી જાય છે.. આવો જાણી એ તેના વિશે..


કેરીના ફાયદા. -
કેન્સર અને આંખોની રોશની કેરી એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જેથી તે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવે છે. કેરી લ્યૂકેમિયાને રોકવામાં પણ મદદ કરે છે. કેરીમાં પ્રચુર માત્રામાં વિટામિન એ પણ મળે છે જે આંખોની રોશની વધારે છે. કેરીમાં રપ પ્રકારના કરોટેનાઇડ્સ મળે છે જે વિટામિન સીથી ભરપૂર હોય છે. આ કારણ કેરી ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધે છે અને રોગ સરળતાથી શરીરને જકડતાં નથી.

ખોડો - કેરીમાં મળતા વિટામિન એ ખોડા સામે લડવામાં સક્ષમ
છે. સામાન્ય રીતે હેયર મોઇશ્ચરાઇઝરના રૂપમાં તમે લઇ શકો છો. એમાં રહેલ વિટામિન સ્કેલ્પ સર્ક્યુલેશનને સારો કરે છે અને વાળનો ગ્રોથ વધારે છે. # રેશમી વાળ વાળને કન્ડીશનર કરવા માટે તમે કેરીના પલ્પમાં એક ચમચી દહીં અને ર ચમચી મધ મિક્સ કરી લો. પછી એને વાળમાં લગાવીને ૩૦ મિનિટ સુધી રાખો. એ પછી વાળ ધોઇ લો. આ મિશ્રણ વાળને રેશમી અને ચમકદાર બનાવી દેશે. # કાળા ડાઘ દૂર કરે છે કેરીના બનેલા સ્ક્રબ્સને લગાડવાથી કાળા ડાઘની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે એક ચમચી કેરીના પલ્પમાં અડધી ચમચી દૂધ અને મધ મિક્સ કરી લો. આ પેસ્ટ ચહેરા પર રબ કરો. આથી તમારા ચહેરાની મૃત ત્વચા અને કાળા ડાઘ દૂર થાય છે અને ચહેરા પર કાંતિ આવે છે.

સ્ટ્રોબરી- આ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. ખાસ કરીને તેમાં વિટામિન સી અને ફોલિક એસિડ વિપુલ માત્રામાં હોય છે અને ત્વચાના સારા સ્વાસ્થ્ય માટે આ બન્ને વિટામિન ખૂબ જરૂરી છે. આમા આલ્ફા હાઇડ્રોક્સી નામનું એક દ્રવ્ય હોય છે જે ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરી નવી કોશિકાઓનું નિર્માણ કરે છે. આ સિવાય સ્ટ્રોબરી ખાવાથી ત્વચામાં તૈલીય તત્વો ઓછા થાય છે અને ત્વચા પણ ચમકદાર બને છે. આ સિવાય આંખોની આસપાસના કાળા કૂંડાળા પણ દૂર કરવામાં મદદ કરે છે.

દાડમ- આ ફળ ત્વચાને હાઇડ્રેડ કરે છે. ખાસ કરીને આમાં એન્ટી ઓક્સિડાઇન હોય છે અને વધતી ઉંમર સાથે થતી મુશ્કેલીઓ દૂર કરવામાં અક્સીર છે. આ સિવાય આમા મોટી માત્રામાં એન્ટી બાયોટિક્સ હોય છે. આ ઉંમર વધવાની સાથે ત્વચા પર જે દાગ ધબ્બા પડે છે તેને દૂર કરવામાં પણ મદદ કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. દાડમનું તેલ ત્વચાને ચમકદાર બનાવવા માટે ઉપયોગી છે. તેના ઉપયોગથી કરચલીઓ દૂર કરવામાં મદદ મળી શકે છે.

દૂધી અને કોળું- દૂધીમાં અને કોળામાં વિટામીન એનું તત્વ વિશેષ માત્રામાં હોય છે. આ સિવાય આમાં ઝિંક અને વિટામિન સીની પણ ઉપસ્થિતિ હોય છે અને તેથી જ તે ત્વચાની કેટલીક મુશ્કેલીઓ સરળતાથી દૂર કરી શકે છે. આ સિવાય વાળ માટે પણ તે અક્સીર છે. આમાં પોટેશિયમ હોય છે અને તે વાળ ખરવાની મુશ્કેલી દૂર કરી શકે છે. આ સિવાય આને લાંબો સમય સ્ટોર કરીને રાખી શકાય છે.

ઓલિવ ઓઇલ
- ઓલિવ ઓઇલ યુવી કિરણોથી ત્વચાને જે નુકસાન થાય છે તેનાથી બચાવે છે અને તે સિવાય નવી કોશિકાઓનું નિર્માણ કરે છે. આમાં એન્ટિઓક્સિડાઇન અને વિટામિન ઇ ભરપૂર માત્રામાં હોય છે. આ પ્રાકૃતિક રીતે ત્વચાને મોઇશ્ચરાઇઝ કર છે અને તેમાં લચીલાપણુ જાળવે છે. કેટલાક અભ્યાસમાં સામે આવ્યું છે કે ત્વચા પર યુવી કિરણોનો પ્રભાવ પડે કે તરત જ તેના પર ઓલિવ ઓઇલ લગાવવામાં આવે તો ત્વચાના કેન્સરથી બચી શકાય છે.

ચોકલેટ કોકો- બીજોમાંથી નીકળતી ડાર્ક ચોકલેટ ભલે સ્વાદમાં કડવી હોય પરંતુ તેનામાં મળી આવતા એન્ટિઓક્સિડાઇન ખૂબ અસરકારક હોય છે જે ફ્રી રેડિકલ ડેમેજથી ત્વચાની સુરક્ષા કરે છે. આ ખાવાથી ત્વચા સ્વસ્થ, લચીલી અને દોષ રહિત રહે છે. આ યુવી કિરણોના ખરાબ પ્રભાવથી ત્વચાને બચાવે છે. સાથે સાથે ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. ડાર્ક ચોકલેટ જો સ્કીન માસ્કની જેમ લગાવવામાં આવે તો ત્વચાને ડિટોક્સિફાઇડ કરે છે અને તેની મૃત કોશિકાઓને દૂર કરીને નવી કોશિકાઓ બનાવી ત્વચાને તાજગી પ્રદાન કરે છે.આ પણ વાંચો :