બ્યુટી ટીપ્સ - ચેહરાની કરચલીઓનો હવે ડર કેવો ?

વેબ દુનિયા|

N.D
સામાન્ય રેતે ચેહરા પર જોવા મળતી કરચલીઓ વધતી વયની નિશાની છે. જો ચેહરાની યોગ્ય દેખરેખ કરવામાં આવે તો આ કરચલીઓને રોકી શકાય છે. શારીરિક સૌદ્રયની દેખરેખ માટે ત્વચાની નિયમિત દેખરેખ અને ઈલાજ ખૂબ જરૂરી છે. આવો જાણીએ કેવી રીતે ....

- ત્વચાની દેખરેખ માટે સૌ પહેલા ચેહરા અને ગરદનને ક્લીઝરથી સાફ કરો.

- જરદાળુ, કોબીજ, ગાજર અને અંકુરિત ઘઉંને ઝીણા વાટીને માસ્કના રૂપમાં ચેહરા પર લગાવો. આ બધી વસ્તુઓને જુદી જુદી રીતે પણ વાપરી શકાય છે. તેમના ઉપયોગથી ચેહરો ક્રાંતિમય બનાવે છે.

- ઠંડા દૂધની અડધી ચમચી મલાઈને ડાબી હથેળી પર લઈને તેમા લીંબૂના રસના 4-5 ટીપા મિક્સ કરો. આ ઉપરાંત પપૈયાના ગૂદાની માલિશ પણ કરી શકો છો.
- લોહી શુદ્ધ ન થાય તો ત્વચાનુ વ્યાયામ ન થવાને કારણે પણ ચેહરા પર કરચલીઓ પડે છે. એ માટે ડ્રેસિંગ ટેબલ સામે ઉભા રહીને હસવાની કોશિશ કરો. પહેલા ધીરે ધીરે હસો પછી આ પ્રક્રિયામાં ઝડપ લાવો. હંસવાથી ચેહરાની માંસપેશિઓની સારી કસરત થાય છે. તેનાથી ફેફસા પણ મજબૂત થાય છે અને લોહી પણ શુદ્ધ થાય છે.

- આંખો નીચે કાળા ધેરા દૂર કરવા કાકડીના એક ગોલ ટુકડાને કાપીને આંખો પર મુકો. તેનાથી આંખોની આસપાસની કરચલીઓ ઓછી થશે.
- ચેહરાની માંસપેશીઓને સુદ્રઢ બનાવવા અને તાજગી લાવવા ઉબટન લગાવો. ચેહરો ધોતી વખતે મોઢામાં ચોખ્ખુ પાણી ભરો અને આંખો પર પાણીથી છાંટા મારો. આવુ 3-4 વાર કર્યા પછી ચેહરાને ચોખ્ખા કપડાંથી સાફ કરીને રૂંવાટીવાળા રૂમાલથી થપથપાવીને સુકાવી લો.

- કાચી શાકભાજીઓનુ સલાડ, ફળોનો રસ અને અંકુરિત અનાજનુ સેવન પણ કરચલીઓ દૂર કરવામાં મદદરૂપ છે.
- ચણા, મગ, મેથીદાણા અને આખા મસૂરને પલાળીને અંકુરિત બનાવી લો. તેમા લીંબૂનો રસ નાખીને મરી પાવડર મિક્સ કરીને રોજ ચાવીચાવીને ખાવ.


આ પણ વાંચો :